બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / AMC's decision came as a surprise, with the name of the contractor on a plaque on the road

મહામંથન / AMCનો નિર્ણય ઉડીને આંખે વળગ્યો, રોડ ઉપર તક્તીમાં કોન્ટ્રાક્ટરનું નામ, કામ લખાશે, પણ નિયત ખરાબ હશે તો શું?

Vishal Khamar

Last Updated: 08:45 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખરાબ રસ્તા મુદ્દે મહાપાલિકાને ઠપકો આપ્યો છે. ત્યારે નવા બનેલ રોડ ઉપર તકતીમાં કોન્ટ્રાક્ટરના નામ તેમજ કેટલો ખર્ચ થયો તે તમામ વિગતોનો ઉલ્લેખ કરવો પડશે.

આપણે કોઈ સારી વસ્તુ ખરીદીએ તો તેની ચોક્કસ સમય માટેની ગેરેન્ટી મળે છે, પણ જયારે વાત સરકારની કે તેના વહીવટીતંત્રની આવે છે ત્યારે દાવાઓ મોટા મોટા હોય છે પણ તેની કોઈ ગેરેન્ટી નથી મળતી. રાજ્યના મહાનગરમાં સારામા સારા વિસ્તારમાં એક કિલોમીટરથી ઓછુ પણ તમારુ વાહન ચાલે અને તમારુ શરીર વાહન ઉપર બેઠાબેઠા જ અવનવા કરતબ કરવા લાગે તેવો અનુભવ તમને થયો હશે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ જ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. હવે ચોમાસુ નજીક છે અને કદાચ હંમેશની જેમ એ જ રોડ ધોવાઈ જવાની કે રોડ ઉપર ભૂવા પડવાની સમસ્યા સર્જાશે. વારંવાર આ મુદ્દો ઉઠતો રહે છે. 
ગુજરાત હાઈકોર્ટ પણ મહાપાલિકાને અને સરકારને ઠપકો આપે છે પણ તેની અસર કેટલી થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. હવે જરૂરી એ છે કે આવી સ્થિતિ ખતમ થાય, આવા સમયે અમદાવાદ મહાપાલિકાનો એક નિર્ણય ઉડીને આંખે વળગ્યો જેમાં નવા બનેલા રોડ ઉપર તક્તીમાં કોન્ટ્રાક્ટરના નામ સહિત, ડિફેક્ટ લાયેબીલીટી, કેટલો ખર્ચ, કામ શરૂ થયાની અને પૂર્ણ થયાની તારીખ સહિતની બાબતોનો ઉલ્લેખ હશે. પણ આવી સારી-સારી વાતોની વચ્ચે કેન્દ્રસ્થાને સવાલ એ જ છે કે રસ્તા સારા બનશે કે નહીં?

  • છેલ્લા ઘણાં સમયથી રાજ્યના મહાનગરોમાં ખરાબ રસ્તાની સમસ્યા
  • બિસ્માર રસ્તા અને રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટમાં પણ ઉઠ્યો હતો
  • ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાપાલિકાની નીતિ સામે સવાલ ઉઠાવ્યા
  • વારંવાર રોડ બને છતા તૂટી જાય તેને હાઈકોર્ટે ગંભીર ગણાવ્યું

છેલ્લા ઘણાં સમયથી રાજ્યના મહાનગરોમાં ખરાબ રસ્તાની સમસ્યા છે. બિસ્માર રસ્તા અને રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટમાં પણ ઉઠ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાપાલિકાની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે.  વારંવાર રોડ બને છતા તૂટી જાય તેને હાઈકોર્ટે ગંભીર ગણાવ્યું. રાજ્યના મહાનગરોમાં ખરાબ રસ્તાની અનેક ફરિયાદો થઈ છે.  ખરાબ રસ્તાને કારણે, રખડતા પશુને કારણે અનેક અકસ્માત થયા છે.  પોશ વિસ્તારમાં પણ સારા રસ્તા ન હોવાની અનેક ફરિયાદ મળી છે.  મોટાભાગના ખરાબ રસ્તા પાછળ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. 

  • અમદાવાદમાં નવા રોડ ઉપર કોન્ટ્રાક્ટરની વિગત જોવા મળશે
  • નવા બનેલા રોડ ઉપર તક્તીઓ લગાવાઈ
  • નવા બનેલા 37માંથી 30 રોડ ઉપર તક્તી લગાવાઈ
  • તક્તીઓમાં કોન્ટ્રાક્ટરના નામનો ઉલ્લેખ 

અમદાવાદ મહાપાલિકાએ શું નિર્ણય કર્યો?
અમદાવાદમાં નવા રોડ ઉપર કોન્ટ્રાક્ટરની વિગત જોવા મળશે. તેમજ નવા બનેલા રોડ ઉપર તક્તીઓ લગાવાઈ છે.  તેમજ નવા બનેલા 37માંથી 30 રોડ ઉપર તક્તી લગાવાઈ. તક્તીઓમાં કોન્ટ્રાક્ટરના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.  ખામી હોય તો જવાબદારી કોની તેનો પણ ઉલ્લેખ. રસ્તાના કામનો ખર્ચ, કામ શરૂ થયાની વિગતો આપવામાં આવી છે. તેમજ DLP પૂર્ણ થવાની તારીખનો પણ ઉલ્લેખ કરાયો છે.  ચોમાસામાં રોડ ધોવાઈ તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. 

  • થાણે મહાપાલિકાનો એક કિસ્સો ચર્ચિત બન્યો હતો
  • થાણે મહાપાલિકાએ ચાર ઈજનેરને સસ્પેન્ડ કર્યા હતા
  • પોતાના વિસ્તારના વોર્ડના ખરાબ રસ્તા માટે ઈજનેરોને જવાબદાર ઠેરવ્યા
  • થાણે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી 

ગુજરાતમાં આવું ક્યારે થશે?
થાણે મહાપાલિકાનો એક કિસ્સો ચર્ચિત બન્યો હતો. થાણે મહાપાલિકાએ ચાર ઈજનેરને સસ્પેન્ડ કર્યા હતા. પોતાના વિસ્તારના વોર્ડના ખરાબ રસ્તા માટે ઈજનેરોને જવાબદાર ઠેરવ્યા. થાણે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 

  • ખાડાને લીધે થતા અકસ્માતમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે
  • ચોમાસા પછી 70 ટકાથી વધુ રસ્તા ખખડધજ થઈ જાય છે
  • રસ્તાના રિસરફેસિંગ માટે પણ 3 હજાર 600 કરોડ જેટલું બજેટ ફાળવાય છે

આ આંકડા તરફ પણ નજર કરો
ખાડાને લીધે થતા અકસ્માતમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. ચોમાસા પછી 70 ટકાથી વધુ રસ્તા ખખડધજ થઈ જાય છે. રસ્તાના રિસરફેસિંગ માટે પણ 3 હજાર 600 કરોડ જેટલું બજેટ ફાળવાય છે. 2019-2020ના આંકડા મુજબ રાજ્યમાં 98 ટકા રસ્તા પાકા છે. પાકા રસ્તામાં પણ ખરાબી સર્જાય તો જનતા ક્યાં જાય તે મહત્વનો સવાલ.  

  • રસ્તા લાંબા સમય સુધી ટકે તે માટે ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય હોવી જરૂરી
  • વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય તો પાણી ન ભરાઈ રહે
  • રોડ ઉપર પાણી ન ભરાઈ રહે તો રોડનું આયુષ્ય વધી જાય
  • ડામરના બે સ્તર ન હોય તો પણ રસ્તા ધોવાઈ જાય

રોડ બિસ્માર થવાના કારણ
રસ્તા લાંબા સમય સુધી ટકે તે માટે ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય હોવી જરૂરી છે.  વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય તો પાણી ન ભરાઈ રહે. રોડ ઉપર પાણી ન ભરાઈ રહે તો રોડનું આયુષ્ય વધી જાય છે. ડામરના બે સ્તર ન હોય તો પણ રસ્તા ધોવાઈ જાય. રોડ ઉપર પાણી ભરાઈ રહે તો ડામરનું કોંક્રીટ સાથે જોડાણ તૂટી જાય. રસ્તો તૂટે અને જમીનમાં પોલાણ સર્જાય જેથી ભૂવો પડે છે.  અનેક રસ્તા એવા છે કે જયાં વરસાદી પાણીના નિકાલના રસ્તા બ્લોક છે. ખોદકામ પછી રસ્તાઓમાં પોલાણ રહી ગયું હોય તો રોડ નબળો પડે. RCC રોડ હોય તો લાંબો સમય ટકી શકે. 

રોડ તૈયાર કરવાના માપદંડ

નદીના કાંકરા
 
250 mm
 
કપચી, સ્ટોન, ડસ્ટ, પાણી
 
200 mm
 
ડેન્સ્ડ બિટ્યુમીન
 
65 થી 70 mm
4.5% ડામર જરૂરી
 
બિટ્યુમિન કોંક્રિટ
 
40 mm
5.5% ડામર જરૂરી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ