બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / AMC's big decision regarding society-complex with the addition of 21 new micro containers

એકશન / 21 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટના વધારા સાથે AMCનો સોસાયટી-કોમ્પલેક્સને લઇને મોટો નિર્ણય

Mehul

Last Updated: 08:52 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સંક્રમણ વધતા મહા નગર પાલિકા એક્ટીવ. કુલ 108 જેટલા માઈક્રો કન્ટેન્ટમેંટ ઝોન થયા. ગુરુવારથી ડોર-ટુ-ડોર સર્વે કામગીરી શરુ થશે. AMTS-BRTSમાં 50 ટકા મુસાફરો જ બેસાડાશે.

  • AMC હવે ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરશે 
  • ગુરુવારથી કામગીરી શરુ કરવામાં આવશે 
  • શહેરમાં 23 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન 
  • અમદાવાદ શહેરમાં 1637 નવા કોરોનાના કેસ, 34 ઓમિક્રોનના કેસ

અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઇને  મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. મહાનગર પાલિકાએ ફરી કોવિડ કો-ઓર્ડીનેટરને કામગીરી સોંપી છે. અમદાવાદની તમામ સોસાયટી ,ફ્લેટ,કોમ્પલેક્ષના ચેરમેનને  સૂચના આપવામાં આવી છે .જેમાં નિમાયેલા કોઓર્ડીનેટરે ગાઇડલાઇનનું કરાવવું  પાલન કરાવવું પડશે.આ ઉપરાંત, વેક્સિનેશન સર્ટિ તપાસવા, ચેકિંગમાં સહકાર આપવા કામગીરી કરવી પડશે તેવું પણ ઠરાવાયું છે. તો શહેરમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટમાં પણ વધારો થયો છે. ત્યારે જાણી લો કયા વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયો છે.

આ સાથે જ અમદાવાદમાં નવા 23 જેટલા માઇક્રો કન્ટેન્ટમેંટઝોન જાહેર કરાતા કુલ 108 જેટલા કન્ટેન્ટમેંટઝોન થયા છે. ગુરુવારથી હાઉસ-ટૂ-હાઉસ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે. 

 

AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે તેવો નિર્ણય આજે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદ જિલ્લામાં 1314 કોરોનાના કેસ નોંધાયા હતા જેમાંથી શહેરમાં 1290 કેસ એકી સાથે સામે આવતા તંત્ર હવે સાબદું થઈ ગયું છે. આગામી દિવસોમાં વધારે પ્રતિબંધો લગાવવા AMC તૈયારી કરી રહ્યું છે.

ગુજરાત કોરોના અપડેટઃ અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ત્રીજી લહેરના સુનામી મોજા શરૂ થઈ ચૂક્યા છે આજે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 690 કેસ તો વડોદરામાં 181, કેસ અને રાજકોટમાં 159 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. આજે કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન અપાઈ છે. કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં નવા 50 કેસ ઓમિક્રૉન પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 34 તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ