બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / amc decided to run 50 buses of AMTS and 40 buses of BRTS till late night during India-Pakistan match

AMC બેઠક / ભારત -પાકિસ્તાન મેચ વખતે AMTSની 50 તો BRTSની 40 બસો મોડી રાત સુધી દોડાવાશે, નવરાત્રીમાં ટ્રાફિક હળવો થાય તેના છૂટયા આદેશ

Dinesh

Last Updated: 09:31 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK : ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ AMTSની સુવિધામાં વધારો કરાયો છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોડી રાતના એક વાગ્યા સુધી 50 ખાસ બસ દોડાવાશે

  • અમદાવાદમાં AMC સ્ટેન્ડિંગ કમિટિની બેઠક
  • નવરાત્રી દરમ્યાન ટ્રાફિક સંકલન કરવા સૂચના
  • બંધ 1300 સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવા આપી સૂચના


IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મહાજંગ આગામી 14 ઓક્ટોબરે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાશે. આ મેચને લઇને લાખો ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં ચોરેચૌટે ક્રિકેટના પરંપરાગત કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ લડતમાં કોણ જીતશે તેની રસપ્રદ ચર્ચાઓ સતત ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસ વિભાગ દ્વારા અમદાવાદના હજારો ક્રિકેટપ્રેમીઓ માટે તે દિવસે આ રૂટ પરની 69 બસ ઉપરાંત નાઈટ રૂટ હેઠળ ખાસ મોડી રાતના એક વાગ્યા સુધી વધારાની 40થી50 બસ દોડાવાશે, જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે પેસેન્જર્સને ભારે અનુકૂળતા રહેશે.

Topic | VTV Gujarati

1300 સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવા સૂચના અપાઈ
AMCની કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક યોજાઇ હતી. જેમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિક સંકલન કરવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ભારત -પાકિસ્તાન મેચ દરમ્યાન BRTS બસો દોડાવાશે તેમજ શહેરમાં બંધ 1300 સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તહેવારો દરમ્યાન આરોગ્ય વિભાગની કામગીરીને સતત મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. 

AMC બન્યું દેવાદાર: 200 કરોડના બહાર પડાશે બોન્ડ, અમદાવાદમાં વિકાસના કામો  કરવા લેવાશે કરોડોની લોન | AMC became a debtor 200 crore bonds will be  released crores of loans will be taken

એએમટીએસના ચેરમેનનું નિવેદન
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ આ અંગે વધુ માહિતી આપતાં જણાવે છે કે શહેરમાં યોજાઈ રહેલા વર્લ્ડકપ-2023ની ક્રિકેટ મેચ સંદર્ભે ખાસ કરીને તા.14 ઓક્ટોબર ને શનિવારે ભારત-પાકિસ્તાનની મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હયાત 11 રૂટની 69 બસ રાબેતા મુજબ દોડશે, જેમાં રૂટ નંબરઃ 22 ત્રાગડ ગામથી ઈન્દિરાનગર વિભાગ-2 પાણીની ટાંકી સુધી 10 બસ, રૂટ નંબરઃ 75 મણિનગરથી ચાંદખેડા સારથિ બંગલોઝ સુધી 10 બસ, રૂટ નંબરઃ 84 લાલ દરવાજાથી ચાંદખેડા સારથિ બંગલોઝ સુધી બે બસ, રૂટ નંબરઃ 84/1 લાલ દરવાજાથી રાજીવનગર ચાંદખેડા સુધી બે બસ, રૂટ નંબરઃ 85 શટલ લાલ દરવાજાથી ચાંદખેડા સારથિ બંગલોઝ સુધી ત્રણ બસ, રૂટ નંબરઃ 89/1 મનમોહનપાર્કથી અંબા ટાઉનશિપ સેક્ટર-5 ત્રિમંદિર સુધી એક બસ, રૂટ નંબરઃ 89/1 શટલ કાલુપુરથી અંબા ટાઉનશિપ સેક્ટર-5 ત્રિમંદિર સુધી બે બસ, રૂટ નંબરઃ 89/3 અમરાઈવાડીથી ચાંદખેડા સારથિ બંગલોઝ સુધી કુલ ચાર બસ, રૂટ નંબરઃ 90 શટલ ત્રાગડ ગામથી ભક્તિ સર્કલ કુલ છ બસ અને રૂટ નંબરઃ 401 વાસણાથી ચાંદખેડા ગામ સારથિ બંગલોઝ સુધી કુલ 24 બસ એમ કુલ 69 રૂટની બસ રાબેતા મુજબ પેસેન્જર્સને ઉપલબ્ધ રહેશે.

અમદાવાદીઓ આનંદો, AMTSની 'રાહ' થશે વધુ આસાન, વધુ 200 બસો રોડ પર થશે દોડતી |  200 more AMTS buses will be started in Ahmedabad city

વધારાની બસની પણ વ્યવસ્થા
જ્યારે ક્રિકેટપ્રેમીઓ માટે એએમટીએસ દ્વારા ખાસ વધારાની બીજી 50 બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવતાં એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં કહે છે, આ તમામ બસો રાતના 8.30થી મોડી રાતના એક વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ અને ઉજાલા સર્કલ સુધી દોડશે. નાઈટ રૂટ નંબરઃ 1 અચેર ડેપો (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)થી વાસણા સુધી વાયા આરટીઓ, ગાંધીગ્રામ અને પાલડી થઈ દોડનારા આ વિશેષ રૂટમાં કુલ 10 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાઈટ રૂટ નંબરઃ 2 અચેર ડેપો (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)થી મણિનગર સુધી વાયા આરટીઓ, સુભાષબ્રિજ, દિલ્હી દરવાજા, રાયપુર, ગીતામંદિર થઈ દોડનારા આ વિશેષ રૂટમાં કુલ 10 બસ મૂકવામાં આવશે. નાઈટ રૂટ નંબરઃ 3 અચેર ડેપો (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)થી ઓઢવ સુધીના વિશેષ રૂટમાં 10 બસ મુકાશે, જે આરટીઓ, ઇન્કમટેક્સ, દિલ્હી દરવાજા, કાલુપુર અને ‌રખિયાલ થઇને જશે. નાઈટ રૂટ નંબરઃ 4 અચેર ડેપો (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)થી નારોલ સુધીના વિશેષ રૂટ માટે 10 બસ મુકાશે. 

નાઈટ રૂટ બસમાં પેસેન્જર દીઠ રૂ.20 ભાડું લેવાશે
એએમટીએસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઘર પરત ફરવા માટેની પાંચ વિશેષ નાઈટ રૂટની બસ દોડાવવામાં આવશે, જે રાતના 8.30થી મોડી રાતના એક વાગ્યા સુધી પેસેન્જર્સ માટે ઉપયોગી બની રહેશે. આ નાઈટ રૂટની બસમાં પ્રવાસીદીઠ રૂ.20 ભાડું લેવામાં આવશે. મેચના દિવસે બસની વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે 30 જેટલા અધિકારી વગેરે સ્ટાફ ફરજ પર હાજર રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ