બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 07:49 AM, 19 August 2023
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા, દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ થયો છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT