બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Ambalal Patel made alarming forecast, Meteorological department said no-tension for 5 days, big terror plot foiled in Gujarat

2 મિનિટ 12 ખબર / અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી, હવામાન વિભાગે કહ્યું 5 દિવસ નો-ટેન્શન, ગુજરાતમાં મોટું આતંકી કાવતરું નાકામ

Vishal Khamar

Last Updated: 11:37 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2 થી 5 ઓગસ્ટ દરમ્યાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. ગુજરાત એટીએસ દ્વારા રાજકોટમાંથી પકડેલા આતંકીઓનાં કોર્ટે 14 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે,  2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ  ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

Meteorologist Ambalal Patel's rain forecast

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Rain forecast for the next five days in the state

હાલ રાજ્યમા શ્રીકાર મેઘમહેર થઈ રહી છે. પરિણામે તમામ નદી નાળાઓમાં પુર આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૮.૯૧ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૨.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

બિપોરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) આજથી ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ આજથી એટલે કે તા. ૦૧ થી ૦૪ ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે.

Two Modi govt teams visit Gujarat to estimate Biporjoy cyclone damage, comfort that Center will help

 રાજકોટમાંથી અલકાયદા જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને ગુજરાત એટીએસની ટીમે આજે ઝડપી પાડ્યા છે. ત્યારે આતંકવાદીઓ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણેય આરોપીઓનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

BREAKING: Court granted 14-day remand of 3 terrorists associated with Al-Qaeda, the plan was to create terror in Saurashtra.

 રાજકોટની ઘટનાના અમદાવાદમાં પડઘા પડ્યા છે .રાજકોટની સોની બજારમાંથી 3 આતંકીઓ ઝડપાયા બાદ અમદાવાદની સોની બજારના વેપારીઓ એલર્ટ થયા છે. અમદાવાદમાં સોની બજારનું એસોશિએશન સતર્ક થયું છે. એસોશિએશનના પ્રમુખે VTV સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોની બજારમાં બહારથી કામ કરવા આવનારનું રજીસ્ટેશન થશે. નવા કારીગરો કામ પર રાખતા પહેલા ફરજીયાત રજીસ્ટ્રેશન કરાશે. રાજકોટ જેવી ઘટના ન બને તે માટે અમે પોલીસને મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે અલકાયદાના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયા સમગ્ર રાજ્યના સોનાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સોની બજારના વેપારીઓ વધુ સતર્ક થયા છે અને પોલીસને જોઇતી મદદ કરવા તત્પર છે.

Alert in Ahmedabad's Sony Bazar when terrorists were caught from Rajkot, immediately assoc. Big decision taken

દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુના 174, મેલેરિયાના 81 કેસ સામે આવ્યા છે 

Dengue malaria cases increased in Ahmedabad

ગુજરાતી ચલચિત્રો તરફ લોકોને આકર્ષવા માટે અને ફિલ્મોની ગુણવત્તા ઊંચી આવે તેમજ લોકો ગુજરાતી ચલચિત્રો વધુને વધુ પ્રમાણમાં જોવા પ્રેરાય તેવા ગુજરાતી ફિલ્મો માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાતી ચલચિત્રો માટેની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ અંતર્ગત ગુજરાતી ફિલ્મને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

Gujarati Film Awards for the last three years announced

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે પૂણેમાં તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે વિપક્ષી એકતાની કવાયત અને NCPમાં વિભાજનની વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા અને PM મોદી સાથે મંચ શેર કર્યો. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી. જોકે, ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાની જાહેરાત કરી હતી. 

PM Modi honored with Lokmanya Tilak Award, announcement of award amount to Namami Gange Yojana

ISROનું Chandrayaan-3 એક ઓગસ્ટની પાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ધરતીની ચારેબાજુ પાંચમા ઓર્બિટથી ટ્રાન્સ લૂનર ટ્રેજેક્ટરીમાં નાખવામાં આવ્યું. આ પ્રક્રિયાને ટ્રાન્સર લૂનર ઈન્ડેક્શન કહેવામાં આવે છે. એટલે કે ધરતીના રસ્તાને છોડીને હવે તે ચંદ્રમાની તરફ જવા માટે હાઈવે પર જઈ ચુક્યું છે. 

ISRO Mission Chandrayaan 3 trans lunar injection tli only six days will left to reach moon orbit

લોકોમાં જાગૃતિ વધી હોય કે પછી બીજું કોઈ કારણ હોય પરંતુ ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે. આ વખતે તો ઈન્કમ ટેક્સ ભરનારાઓએ રેકોર્ડ કર્યો છે 31 જુલાઈ 2023 સુધી કુલ 6.77 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે જે એક રેકોર્ડથી ઓછું નથી. કોઈ વખતે આટલી મોટી સંખ્યામાં લોકો રિટર્ન ભરતા નથી પરંતુ આ વખતે ભર્યાં છે. 

ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ