બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Amazing video of Ganapati Bappa, Lord himself gets up and blesses devotees, you too will be shocked

Video / ગણપતિ બાપ્પા હાજરા હજુર: ભગવાન પોતે ઉભા થઈને ભક્તોને આપે છે આશીર્વાદ, લોકોએ પગે પડવા લાઈનો લગાવી

Pravin Joshi

Last Updated: 05:20 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાપ્પાની મૂર્તિ એવી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે કે જેવો કોઈ તેમના પગને સ્પર્શ કરે છે, તે ઉભા થઈ જાય છે અને હાથ લંબાવીને આશીર્વાદ આપે છે.

  • ગણપતિ બાપ્પાનો વીડિયો થયો વાયરલ
  • ભગવાન ઉભા થઈને આપે છે આશિર્વાદ
  • આ વીડિયો ગણેશ ચતુર્થીના દિવસનો છે

હાલમાં દેશમાં દરેક લોકો ગણેશ મહોત્સવને ધામધૂમથી મનાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગણેશજીના અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે જેની ક્યારેય કલ્પના પણ ન કરી શકાય, પરંતુ કોઈની કલ્પના એટલી હદે પહોંચી હશે કે તમે પણ આવો અનોખો વીડિયો જોઈ શકશો. વીડિયોમાં તમે જોશો કે ગણેશજી ઊભા છે અને તેમના ભક્તને આશીર્વાદ આપતાં છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. તમે કયા વિચારમાં પડ્યા? ચાલો તમને જણાવીએ શું છે આ સમગ્ર મામલો. વાસ્તવમાં બાપ્પાની મૂર્તિ એવી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે કે જેવો કોઈ તેમના પગને સ્પર્શ કરે છે, તે ઉભા થઈ જાય છે અને હાથ લંબાવીને આશીર્વાદ આપે છે. વિશ્વાસ ન આવતો હોય તો પહેલા વીડિયો જુઓ.

 

આ અદ્ભુત છે

આ વીડિયો ગણેશ ચતુર્થીના દિવસનો છે. આમાં તમે જોયું કે બાપ્પાના એક ભક્ત ભગવાનની મૂર્તિની સામે ઉભા રહીને તેમના ચરણ સ્પર્શ કરે છે. આ માણસ બાપ્પાના ચરણ સ્પર્શ કરતાની સાથે જ બાપ્પા ઊભા થઈ જાય છે અને ભક્તને આશીર્વાદ પણ આપે છે. ભક્ત એક ક્ષણ માટે ડરી જાય છે. આ બધું ભગવાનની મૂર્તિ બનાવનાર કારીગરની અજાયબી છે. આ રસપ્રદ અને હૃદયસ્પર્શી વીડિયો બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, સિમ્પલ એન્જિનિયરિંગ ટેકનિક જે મૂર્તિને ખૂબ અર્થપૂર્ણ બનાવે છે! હેપી ગણેશ ચતુર્થી." આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ