બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Amarnath pilgrims face serious accident in Maharashtra: 6 killed, 21 injured

દુર્ઘટના / અમરનાથ યાત્રિકોને મહારાષ્ટ્રમાં નડ્યો ગંભીર અકસ્માત: 6ના મોત, 21 ઘાયલ

Priyakant

Last Updated: 09:43 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Accident News: એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી, બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને.....

  • મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ
  • અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા 
  • મધરાત્રે સર્જાયેલ અકસ્માતમાં  21 લોકો ઘાયલ થયા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારની મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરમાં ફ્લાયઓવર પર મધરાત્રે 2.30 વાગ્યે થયો હતો.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી નાગપુરથી નાસિક જઈ રહી હતી. બંને બસો મધરાત્રે 2.30 વાગ્યે અકસ્માતની ભોગ બની હતી. 

કેવી રીતે થયો અકસ્માત?
અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.

સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, બે મહિલાઓ સહિત 6લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ