બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Allegation of woman's death due to doctor's negligence in Surat's Rander

વિવાદ / 'ફરી કોઇ નિર્દોષ સાથે આવું ન બને એટલે...', ઓપરેશન દરમ્યાન સુરતની શિવાંજની હોસ્પિટલના ડૉ. ધવલ પટેલની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ

Malay

Last Updated: 12:26 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના રાંદેરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આરોપ, પરિવારજનોએ કહ્યું કે, ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

  • ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ 
  • મહિલાને કરોડરજ્જુનું કરાયું હતું ઓપરેશન
  • મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાવામાં આવ્યો 

Surat News: સુરતના રાંદેર વિસ્તારની શિંવાજની હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલના ડોક્ટર ધવલ પટેલની બેદરકારીથી 65 વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર ધવલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોના આરોપ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

મૃતકઃ શાંતાબેન પટેલ

 
65 વર્ષીય શાંતાબેનનું ઓપરેશન દરમિયાન મૃત્યુ
મળતી માહિતી અનુસાર, શહેરની શિંવાજની હોસ્પિટલમાં 65 વર્ષીય શાંતાબેન પટેલનું કરોડરજ્જુનું ઓપરેશન થયું હતું. ઓપરેશન દરમિયાન શાંતાબેન પટેલનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારજનોએ શિંવાજની હોસ્પિટલના ડૉ. ધવલ પટેલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ ઓપરેશન દરમિયાન દર્દીને હ્રદયની સમસ્યા થઈ હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. 

મારા સાસુને સ્પાઈનનો પ્રોબ્લેમ હતોઃ હિમાંશુભાઈ
આ મામલે શાંતબેનના જમાઈ હિમાંશુભાઈ પટેલે જણાવ્યું કે, મારા સાસું શાંતિબેનને સ્પાઈનનો પ્રોબ્લેમ હોવાથી તેમને ધવલ પટેલની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.  ડોક્ટર ધવલ પટેલે બીજા દિવસે સવારે ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો. નક્કી કરેલા સમયે તેમને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. અમને ઓપરેશનનો બેથી અઢી કલાકનો સમય કહેવામાં આવ્યો હતો. 

'ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ'
જે બાદ અમને છેક સાંજે 4.20 કલાકે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, ઓપરેશન દરમિયાન તેમને હાર્ટનો પ્રોબ્લેમ થયો હતો અને જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. અમારી માંગ છે કે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારું સ્વજન તો ચાલ્યું ગયું છે, કોઈ અન્ય વ્યક્તિ સાથે આવો બનાવ ન બને તે માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે. 

  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ