બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Allegation of beating Umra police in Surat

ઘટના / રેકોર્ડીંગ ચાલુ કર્યું તો કપાળ પર પગ રાખીને માર્યો: સુરત પોલીસ પર ગંભીર આરોપ, ગૃહરાજ્યમંત્રીને કરાઇ ફરિયાદ

Dinesh

Last Updated: 06:02 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અડાજણના રાજેશ મહિડા નામના યુવકે ઉમરા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેના માથા પર પગ મુકીને માર માર્યો છે.

  • સુરતમાં ઉમરા પોલીસ પર માર મારવાનો આક્ષેપ
  • માથા પર પગ મુકીને માર મારવાનો આક્ષેપ
  • આક્ષેપ સાથે યુવકે ગૃહમંત્રીને કરી ફરિયાદ


રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર આક્ષેપ થયાનો મામલો સામે આવ્યો છે, સુરતના ઉમરા પોલીસ પર માર મારવાનો આક્ષેપ થયો છે, અડાજણના રાજેશ મહિડા નામના યુવકે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેના માથા પર પગ મુકીને માર માર્યો છે. 

PSI વિરુદ્ધ ગૃહમંત્રીને ફરિયાદ કરી
યુવક અને તેના ભાઈ અડાજણથી કામ અર્થે બહાર નીકળ્યા હતા ત્યારે સુરત કોર્ટ નજીક પોલીસે યુવકને અટકાવ્યો હતો અને યુવકને અટકાવી પોલીસે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. યુવકે ગરેવર્તનનું રેકોર્ડિંગ કરતા પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપ સાથે યુવકે ઉમરા પોલીસના D-સ્ટાફના કર્મીઓ અને PSI વિરુદ્ધ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે.  

આક્ષેપ કરનાર યુવક

યુવકનો આક્ષેપ
યુવકે જણાવ્યું કે, એક નાગરિક સાથે પોલીસ ગેરવર્તન કરી રહી હતી ત્યારે મારા ભાઈએ વીડિયો બનાવવાની હિંમત કરી હતી અને રેકોડિંગ ચાલું કર્યો ત્યારે પોલીસે મોબાઈલ લઈ લીધો હતો અને માર માર્યો હતો. તેણે જણાવ્યું કે, મારા પાસેથી મોબાઈલ પાસર્વર્ડ લેવામાં આવ્યો અને તે વીડિયો ડિલેટ કરવામાં આવ્યો હતો, અને મારા ભાઈને પણ ખૂબ જ માર માર્યો હતો, તેમજ તેને જેલ લઈ જઈ પણ માર માર્યો હતો.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ