બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Bhatt worried about the environment by wearing one saree again Suhana Khan's statement was trolled, people said she is like Ananya

લો બોલો ! / આલિયા ભટ્ટે એકની એક સાડી બીજી વાર પહેરીને પર્યાવરણની ચિંતા કરી...: સુહાના ખાને આપ્યું નિવેદન તો થઈ ટ્રોલ, લોકોએ કહ્યું અનન્યા જેવી જ છે

Pravin Joshi

Last Updated: 01:35 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની દીકરી સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના અને તેના કો-સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે કોઈ તક છોડતા નથી. દરરોજ તે કોઈને કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે અને હવે સુહાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી તે ઘણી ટ્રોલ થવા લાગી છે.

  • શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ફરી થઈ ટ્રોલ
  • સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
  • સુહાનાનો જે વીડિયો સામે આવ્યા બાદ થઈ ટ્રોલ
  • વીડિયોમાં આલિયા ભટ્ટના કર્યા હતા વખાણ

સુહાના ખાનની ફિલ્મ 'ધ આર્ચીઝ' આવતા મહિને રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મના પ્રમોશન માટે સુહાના અને તેના કો-સ્ટાર્સ ખૂબ મહેનત કરી રહ્યા છે. હાલમાં જ સુહાનાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને વાતચીત દરમિયાન તેણે કંઈક એવું કહ્યું હતું કે લોકો હવે તેને ટ્રોલ કરવા લાગ્યા છે. સુહાનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે આલિયા ભટ્ટના વખાણ કરતી જોવા મળી રહી છે. તેણે કહ્યું- 'તમે જોયું હોય કે ન જોયું હોય, પરંતુ આલિયા ભટ્ટે નેશનલ એવોર્ડ મેળવતી વખતે ફરીથી તેના લગ્નની સાડી પહેરી હતી. જો કોઈ આવા પ્લેટફોર્મ પર છે અને જે લોકોને પ્રેરણા આપે છે, તો તેણે તેના ચાહકોને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આલિયાના વખાણ કરતાં સુહાનાએ આગળ કહ્યું, 'જો આલિયા ભટ્ટ તેના લગ્નની સાડી ફરીથી પહેરી શકે છે, તો પછી અમે પણ અમારા આઉટફિટ્સ કેમ રિપીટ ન કરી શકીએ. અમારે બીજા પોશાક ખરીદવાની જરૂર નથી. સુહાના આગળ કહે છે- 'અમને ખ્યાલ નથી આવતો કે નવા કપડા બનાવવામાં કેટલી જિંદગી વેડફાય છે અને તેનાથી આપણી જૈવવિવિધતા અને પ્રકૃતિ પર ખરાબ અસર પડે છે.'

ખરા ખોટું સંભળાવ્યું

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સુહાના ખાનને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેણીને ખરા ખોટું બોલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 'ધ આર્ચીઝ' નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સુહાના, અગસ્ત્ય અને ખુશી ઉપરાંત મિહિર આહુજા, અદિતિ ડોટ, યુવરાજ મેંડા, વેદાંગ રૈના અને કોયલ પુરી પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ