બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Ali Ahmed Jalali to become President of Afghanistan, why Taliban hand over power to Jalali

તખ્તાપલટ / કાબુલમાં જન્મેલા અલી અહેમદ જલાલી અફઘાનિસ્તાનને કરશે કાબૂ, જાણી લો કેમ તાલિબાને જલાલીને સોંપી સત્તાની કમાન

Vishnu

Last Updated: 08:45 AM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર જલાલી હવે અફઘાનિસ્તાનની બાગડોર સંભાળશે.

  • જલાલી બનશે અફઘાનિસ્તાનનો રાષ્ટ્રપતિ
  • પ્રોફેસરથી માંડી મંત્રી સુધીનો અનુભવ
  • અફઘાનિસ્તાન પર હવે તાલિબાની રાજ

આખરે એ થયું જેનો વિશ્વને ડર હતો...અફઘાનિસ્તાન પર તાલિબાનોએ હથિયારના દમ પર ચૂંટાયેલી સરકાર પર કબજો કરી જ લીધો...બોમ્બ અને બંદુકના દમ પર અશરફ ગની સરકારે સત્તા છોડવાનો વારો આવ્યો...અને હવે અફઘાનમાં ક્રુર તાલિબાન શાસન આવી ગયું....20 વર્ષથી વધુનો ચાલી રહેલો સંઘર્ષમાં અમેરિકાની સેનાએ અફઘાન છોડતા જ માત્ર 103 દિવસના જ જંગમાં તાલિબાનીઓએ આખા અફઘાન પર કબજો જમાવી દીધો...એક બાદ એક પ્રાંત પર કબજો થતો ગયો અને અફઘાનની સેના સરેન્ડર કરતી ગઈ...અફઘાની સેનાએ થોડું પણ લડવાનું સાહસ ન બતાવ્યું અને તેનું પરિણામ આજે સૌની સામે આવી ગયું...

જલાલીના હાથમાં અફઘાનની કમાન !

અફઘાનિસ્તાનમાં અસરફ ગનીને હટાવી સત્તા પર બેસવા જઈ રહેલા અલી અહેમદ જલાલી વિષે જાણવું એ માટે જરૂરી છે કેમ કે તે આંતકનું એપીસેન્ટર ચલાવનાર તાલિબાન તરફથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યો છે.રાજકીય ફેરબદ બાદ હવે અફઘાનિસ્તાનમાંતાલિબાનની સરકાર  બનશે જેમાં અલી અહેમદ જલાલીને કમાન સોંપવામાં આવશે,અલી અહમદ જલાલી રાજદ્વારી દ્રષ્ટિએ પણ ખૂબ સક્ષમ છે તેમજ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર જલાલી પાસે લાંબો અનુભવ ઉપરાંત રાજદૂતથી લઈ પ્રોફેસર સુધી, કર્નલથી લઈ સરકારમાં મંત્રી સુધીની ફરજ નિભાવી ચૂક્યો છે.અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનની રાજનીતિ સમજે છે આ સિવાય તે તાલિબાન પર પણ સારી પકડ ધરાવે છે.

અફઘાન માટે કેમ મહત્વના છે જલાલી?

તમને જાણીને નવાઈ લાગશે કે અલી અહમદ જલાલીનો જન્મ કાબુલમાં થયો હતો,1987થી અમેરિકાના નાગરિક હતા અને મૈરીલેન્ડમાં રહેતા હતા,વર્ષ 2003માં જલાલીની અફઘાનિસ્તાનમાં વાપસી થઈ હતી. અફઘાનિસ્તાનને મુશ્કેલ સમયમાં મજબૂત સરકારની જરૂર હતી ત્યારે મુશ્કેલ સમયમાં જલાલીને દેશના મંત્રી બનાવવામાં આવ્યાં હતા. સપ્ટેમ્બર 2005 સુધી જલાલી મંત્રી પદ પર રહ્યાં હતા મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં 80ના દશકમાં સોવિયત સંઘ સાથે લાંબુ યુદ્ધ ચાલ્યું હતુ, સોવિયત સંઘ સાથે ચાલેલા યુદ્ધમાં પણ જલાલીએ સક્રિય ભૂમિકા ભજવી હતી, યુદ્ધ સમયે અલી અહમદ જલાલી અફઘાન આર્મીમાં કર્નલના પદ પર હતા આ ઉપરાંત અફઘાન હેડક્વાર્ટર માટે મહત્વના સલાહકારની પણ ભૂમિકા ભજવી હતી. 

જલાલીનું આવવું મજબૂરી કે મજબૂતી?

તાલિબાનની વધતી તાકત વચ્ચે જલાલીની ભૂમિકાએ ફરી તાલિબાની સમર્થક અફઘાની નાગરિક માટે આશા જગાડી છે, વચગાળાની સરકારમાં તાલિબાન જરૂરતથી વધુ હસ્તક્ષેપ કરી શકે છે પરંતુ અફઘાનિસ્તાન પાસે હાલ અન્ય કોઇ વિકલ્પ નથી. અસરફ ગની પાસેથી સત્તા છીનવ્યા બાદ જલાલી પર વિશ્વાસ કરવો અફઘાનિસ્તાનની મજબૂરી અને આશા પણ છે. 

જલાલીના અફઘાન માટે મોટા પગલાં શું રહ્યાં?

જે લોકો જલાલીને નજીકથી ઓળખે છે તેમજ તેમના મંત્રી કે સેનાના કર્નલ દરમિયાન કરેલા કામોને જાણે છે તે લોકો જલાલી પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. જલાલી જ્યારે મંત્રી હતા ત્યારે મહત્વની ભૂમિકા ભજવી હતી
અફઘાનિસ્તાન નેશનલ પોલીસની એક ટીમ ઉભી કરી દીધી હતી, આ ફૌજમાં લગભગ 50 હજાર જવાનોને તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક પોલીસના પણ 12 હજારથી વધુ સૈનિક તૈયાર કર્યા હતા
આતંકવાદથી લઇ ઘુષણખોરી સુધી જલાલીની રણનીતિ સ્પષ્ટ હતી તેમજ આતંકવાદ સામે જલાલીએ એકદમ કડક પગલાં લીધા હતા 2004માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને 2005માં સંસદીય ચૂંટણીમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો 
આમ અલી અહેમદ જલાલી અફઘાનિસ્તાનનો રાષ્ટ્રપતિ બનાવી તાલિબાન પણ પોતાની પકડ દેશ સહિત વિદેશમાં જમાવવા માંગે છે જે માટે જલાલીના અનુભવની અફઘાનિસ્તાન અને તાલિબાન બંનેને જરૂરત છે. અને તેથી જ તાલિબાનીઓના અનેક મોટા ચહેરાઓમાંથી અલી અહેમદ જલાલીની પસંદગી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ