બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / airbag car driving tips do not do these 4 mistakes

Car Tips / કાર ડ્રાઇવિંગ કરતા સમયે ક્યારેય ન કરવી આ ભૂલો, એરબેગ પણ નહીં બચાવી શકે જીવ

Bijal Vyas

Last Updated: 07:32 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Tips: જો એર બેગવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરો છો તો એર બેગ પણ નહીં બચાવી શકે તમારો જીવ, આ ભૂલ કરવાથી બચો.

  • કારમાં ઓછામાં ઓછી 2 એર બેગ્સ હોવી ફરજીયાત 
  • આ ભૂલ કરશો તો એરબેગ પણ નહીં બચાવી શકે તમારો જીવ 
  • બુલ બારના કારણે કોઈપણ અકસ્માત કે હિલચાલની માહિતી એરબેગ સેન્સર સુધી પહોંચી શકતી નથી

Car Tips: આજકાલ કાર મેન્યુફ્રેક્ચરર પોતાની કારમાં પેસેન્જર અને ડ્રાઇવરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સંભવિત સુવિધાઓ પ્રોવાઇડ કરે છે. એટલે કે, લગભગ તમામ લેટેસ્ટ કારમાં ઘણી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે, જે અકસ્માત સમયે તમારો જીવ બચાવે છે. આવી સ્થિતિમાં દરેક કારમાં એરબેગની સુવિધા હોવી જરૂરી બની ગઈ છે.

કાર મેન્યુફ્રેક્ચરર પોતાની કારમાં પોતાના ગ્રાહકોની સુવિધા અને સલામતી માટે તેમની કારમાં 2 અથવા વધુ એરબેગ્સ આપી શકે છે. કારમાં 2થી ઓછી એરબેગ્સ હોય તે કાર અલાઉડ કરવામાં આવતી નથી. હવે, આટલા બધા સેફ્ટી ફીચર્સ હોવા છતાં, તમે કેટલીક એવી ભૂલ કરો છો જેના પછી કારમાં ગમે તેટલી એરબેગ્સ હશે, તે તમારો જીવ બચાવી શકશે નહીં.

અકસ્માતમાં આ 1 ચીજ બચાવશે તમારો જીવ, જાણી લો કામગીરી | Know How Airbag  Works in Car and Importance Of Airbag

આજે આપણે કેટલીક એવી બાબતો જાણીએ, જેમાં તમારે એરબેગ્સ સાથે કાર ચલાવતી વખતે ભૂલો કરવાથી બચવું જોઈએ, જેથી તમે કોઇ અકસ્માતનો શિકાર ન બનો.

કારમાં બુલ બાર લગાવવાથી બચો 
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કારમાં થોડા મૉડિફિકેશન કરવાથી ચાલણ ભરવાનું થઈ શકે છે. બુલ બાર તે ફેરફારોમાંથી એક છે એટલે કે જો તમે કારમાં બુલ બાર લગાવી દો તો તમારું ચલણ કપાઈ જશે અને સાથે જ તે તમારી સુરક્ષા માટે ખતરો પણ બની શકે છે. બુલ બારના કારણે કોઈપણ અકસ્માત અથવા હિલચાલની માહિતી એરબેગ સેન્સર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે એરબેગ સમયસર ખુલતી નથી અને તે તમારું મૃત્યુ પણ કરી શકે છે.

ડેશબોર્ડ પર પગ રાખવાની આદત પડી શકે છે ભારે 
ઘણી વખત કેટલાક લોકો પગ લંબાવવા માટે કારના ડેશબોર્ડ પર પગ રાખીને બેસી જાય છે. તમારી આ એક્શન તમને ભારે પડી શકે છે. હકીકતમાં જો અકસ્માત દરમિયાન તમારા પગ ડેશબોર્ડ પર હોય, તો એરબેગ્સ સ્થળ પર જ ખુલી શકશે નહીં. આ સિવાય, જ્યારે એરબેગ્સ ફૂલે છે, ત્યારે તે તમારા પગની ખરાબ સ્થિતિનું કારણ બની શકે છે.

Car Tips | VTV Gujarati

ડેશબોર્ડ પર પગ જ નહીં પણ કોઇ અન્ય સામાન પણ ના રાખો 
ડેશબોર્ડ પર પગ જ નહીં પણ કોઇ અન્ય સામાન પણ ના રાખવો કારણ કે જ્યારે એરબેગ ખુલે  છે, ત્યારે તે એવા ફોર્સ સાથે ખુલે છે કે ડેશબોર્ડ પરની સામગ્રીને હાઇ-સ્પીડ પ્રોજેક્ટાઇલ્સમાં ટ્રાંસફર કરી શકાય છે. જેના કારણે તમને વધુ ગંભીર ઈજા થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ