બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabads Sindhu Bhavan Road woman beaten up accused arrested

કાર્યવાહી / અમદાવાદ સ્પાનો ધૃણાસ્પદ કિસ્સો: પોલીસે જણાવ્યું સમગ્ર ઘટનામાં ક્યાં શું બન્યું? યુવતી કહે છે ફરિયાદ નથી કરવી

Kishor

Last Updated: 10:53 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પાના સંચાલકે રોડ પર તેની મહિલા ફ્રેન્ડને સખત માર માર્યો હતો આ પ્રકરણમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

  • અમદાવાદમાં યુવતીના માર મારનાર આરોપીની ધરપકડ
  • સિન્ધુભવન રોડ પર સ્પામાં યુવતીને માર માર્યો હતો
  • બોડકદેવ પોલીસે આરોપી મોહસીન રંગરેજની ગુરુદ્વારાથી કરી ધરપકડ

અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો છે. આરોપી સિંધભવન પાસે  ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ મોહસીન રંગરેજ ફરાર થઈ ગયો હતો. 25 તારીખે રાત્રે 3 થી 3.30ની આસપાસ બનાવ બન્યો છે. આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો છે. આરોપીએ આખરે યુવતીને શા માટે માર માર્યો હતો એ દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જુઓ ઘટનાના સીસીટીવી

આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા
આ મામલે ACPએ જણાવ્યું હતું યુવતીને માર મારવા પ્રકરણમાં અમે તપાસ કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે ફરિયાદી આરોપીને મળવા જવાના છે તેવી માહીતી મળી હતી. આથી  આરોપીને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યો છે.એસીપીએ કહ્યું કે અગાઉ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા જોકે અમેં સફળ કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. 

પોલીસની બેદરકારી જણાશે તો...

પહેલા આરોપીને પકડ્યો ત્યારે પણ ફરિયાદીએ ફરિયાદ ન કરવા કહ્યુ હતુ અને બને વચ્ચે અંગત બનાવ હોવાનું રટણ રટ્યું હતુ. મહત્વનું છે કે આરોપી-ફરિયાદી બંને ધંધાકિય પાર્ટનર હતા. જેમાં ડખ્ખામાં આરોપીએ યુવતીને ધૃણાસ્પદ માર માર્યો હતો. યુવક યુવતીને વીડિયોમાં બેરહમીપૂર્વક માર મારતો હતો.જે વીડિયો બહાર આવ્યા બાદ હાલ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ 354, 323, 294-ખ હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નને લઈને નાનુ ફંકશન રાખ્યુ હતુ મોડે સુધી રોકાયા હતા. આ બનાવ અંદરના પ્રમાઈસિસમાં બન્યો છે. વધુમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલા લેવાશે તેવું એસીપીએ અંતમાં કહ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ