બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabadis have not lost their lives yet! Laziness in taking the second dose of Corona vaccine

બેદરકારી / અમદાવાદીઓને હજુ જીવની પડી નથી! કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં આળસ

Mehul

Last Updated: 09:05 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનની હાજરી ધરાવતા કોરોના સામે વેક્સિનેશન જ રામબાણ ઇલાજ સિદ્ધ થયો હોવા છતાં કોણ જાણે કેમ અમદાવાદીઓ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાના મામલે ભારે ઉદાસીન

  • અમદાવાદીઓ  વેક્સિનનો સેકન્ડ ડોઝમાં ઉદાસીન 
  • 26ફેબ્રુ સુધીમાં માત્ર 86.53 ટકાએ સેકન્ડ ડોઝ લીધો
  • સરકારી સેવાઓમાં વેક્સિનેશન સર્ટિ.હોય તો 100ટકા લક્ષ્યાંક

અમદાવાદ શહેરમાં કોરોનાની થર્ડ વેવની મહાસુનામી તો ઠીક, તેની સાદી સુનામી પણ હવે ક્યાંય નજરે પડતી નથી. કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું હોઈ લોકોની સાથે મ્યુનિ. તંત્ર પણ ભારે હાશકારો અનુભવી રહ્યું છે. ગઇકાલે તો અમદાવાદમાં કોરોનાના માત્ર 58 કેસ નોંધાયા હતા, તેની સામે 130 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. કોરોનાને હરાવવામાં વેક્સિનેશન એકમાત્ર અસરકારક ઉપાય પુરવાર થયો છે. વેક્સિનેટેડ લોકોએ તેનો ચેપ લાગ્યો હોય છતાં ફક્ત ચાર-પાંચ દિવસ ઘરે રહીને કોરોનાને હરાવ્યો છે.

આ લાપરવાહી ઘાતક બની શકે 

ઓમિક્રોનની હાજરી ધરાવતા કોરોના સામે વેક્સિનેશન જ રામબાણ ઇલાજ સિદ્ધ થયો હોવા છતાં કોણ જાણે કેમ અમદાવાદીઓ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાના મામલે ભારે ઉદાસીન બન્યા છે. કોરોના સામે જીતનારા બંને ડોઝ લેનારા હોવાનું તબીબી દૃષ્ટિએ સાબિત થયું છે. તેમ છતાં કેમ અનેક લોકો તેમનો સેકન્ડ ડોઝ લેવાનું ટાળી રહ્યા છે તે સત્તાવાળાઓને પણ સમજાતું નથી, જોકે ફોર્થ વેવની આગાહી વચ્ચે આવી લાપરવાહી ખતરનાક બની શકે છે.

નવા વર્ષની શરૂઆત તો જાણે કે કોરોનાની થર્ડ વેવ લઈને આવી હતી. ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ અનેકગણી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી શહેરમાં કોરોનાના કેસના રોજેરોજ મહાબ્લાસ્ટ થતા હતા, જોકે ઓમિક્રોન હળવાં લક્ષણો ધરાવતો હોવાથી તેના દ્વારા દર્દીઓનાં ફેફસાં સંક્રમિત થતાં નહોતાં એટલે દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ અને હોસ્પિટલાઈઝ કેસ ઓછા નોંધાયા હતા.

ગત ફેબ્રુઆરી મહિનામાં તો કોરોનાનાં વળતાં પાણી થવા લાગ્યાં હતાં. કોરોનાની થર્ડ વેવની ઊતરતી કળાથી શહેરનું સામાન્ય જનજીવન કોઇ પણ જાતની દહેશત વગર રાબેતા મુજબ થયું છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી હટાવાયા બાદ હવે કોરોનાને લગતા તમામ પ્રતિબંધ પણ હટાવી લેવાયા છે.

આજથી અમદાવાદ સહિત ગુજરાત કોરાના નિયંત્રણમુક્ત બન્યું છે. લગ્ન જેવા માંગલિક પ્રસંગો, સામાજિક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકો એકઠા થવાની મર્યાદા દૂર કરાઈ છે, જોકે વેક્સિનેશનને લગતા તમામ કાર્યક્રમો  યથાવત્ છે. ગત તા.10 જાન્યુઆરી, 2022થી હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ,60 વર્ષથી વધુ વયના નાગરિકોને પ્રીકોશનરી ડોઝ,15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન તેમજ 18 વર્ષ કરતાં વધુ વયના લોકોનું વેક્સિનેશન 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંતનાં સ્થળોએ ચાલી રહ્યું છે. 

સેંકડ ડોઝની સ્થિતિ 

પરંતુ કમનસીબ બાબત એ છે કે અમદાવાદીઓએ અગમ્ય કારણસર વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાનો રસ ગુમાવ્યો છે. પરિણામે ગત તા 26 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 86.53 ટકા લોકોએ જ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો છે. મ્યુનિ. તંત્રની યાદી મુજબ 48,27,992 લોકો વેક્સિનનો સેકન્ડ ડોઝ મેળવવાપાત્ર છે, જે પૈકી કુલ 41,77,877 લોકોએ જ સેકન્ડ ડોઝ લીધો છે એટલે તંત્ર માટે સેકન્ડ ડોઝના મામલે દિલ્હી હજુ દૂર છે.

અમદાવાદમાં નાગરીકો નિરુત્સાહ 

મ્યુનિ. તંત્રના સત્તાવાર આંકડા મુજબ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1,68,144 લોકોએ તેમનો સેકન્ડ ડોઝ લીધો નથી. પૂર્વ ઝોનમાં1,52,228 લોકો, ઉત્તર ઝોનમાં 1,29,224 લોકો, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1,047,788 લોકો, મધ્ય ઝોનમાં 99, 258 લોકો, પશ્ચિમ ઝોનમાં 90,951 લોકો અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 82,640 લોકોએ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી. તંત્રના સત્તાવાર આંકડા દર્શાવે છે કે દક્ષિણ ઝોન સેકન્ડ ડોઝ લેવાના મામલે ભારે બેદરકાર પુરવાર થયો છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના લોકો સેકન્ડ ડોઝ લેવામાં ઉત્સાહી જણાયા છે.

ચોથી લહેરના ભણકારા 

તંત્રના અનેક પ્રયાસો છતાં પણ કેટલાક લોકો ધાર્મિક કારણસર પણ વેક્સિન લેવા આગળ આવતા નથી. દરમિયાન કાનપુર આઇઆઇટીની રિસર્ચ ટીમનો અહેવાલ જણાવે છે કે આગામી 22 જૂન,2022થી કોરોનાની ફોર્થ વેવ શરૂ થશે, જે તા. 23 ઓગસ્ટ, 2022ના રોજ પીક પર પહોંચશે અને તા.24 ઓક્ટોબર,2022ના રોજ પૂરી થશે, જેને જોતાં સરકારી સેવાઓમાં વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી કરાવવા પર ભાર મૂકવો પડશે તો જ 100 ટકા લક્ષ્યાંક મેળવી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ