બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad traffic police in action on Navratri, 2100 jawans deployed

સાવધાન / નવરાત્રીમાં ગેલમાં આવીને રસ્તા પર ફરવા નીકળેલા અમદાવાદીઓ ચેતજો! આ નિયમનો ભંગ કર્યો, તો તરત પકડશે પોલીસ

Dinesh

Last Updated: 07:02 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક DCP નીતા દેસાઇએ જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થાને લઇને શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર પણ ખાસ તવાઈ બોલવામાં આવશે

  • નવરાત્રીને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન
  • બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર થશે કાર્યવાહી 
  • 2100 ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિકની કામગીરી કરશે


નવરાત્રીને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. 24 ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થાને લઇને શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર પણ ખાસ તવાઈ બોલવામાં આવશે. અમદાવાદ શહેરમાં 2100 ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરશે.

શહેરમાં પોલીસ ચેકિંગ માટે 113 પોઇન્ટ નક્કી કરાયા  
રેડિએશન જેકેટ સાથે પોલીસકર્મીઓ સજ્જ રહેશે તેમજ 150 બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીને વાહન ચલાવનારાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ ચેકિંગ માટે 113 પોઇન્ટ નક્કી કરાયા છે. શહેરના 113 પોઇન્ટ પર 600 પોલીસકર્મીઓ તૈનાથ રહેશે. જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે ત્યાં ટ્રાફિક વાળા પોઈન્ટ પર વધારે 600 પોલીસ જવાન તૈનાત કરાયા છે

ટ્રાફિક DCP નીતા દેસાઇનું નિવેદન
ટ્રાફિક DCP નીતા દેસાઇએ જણાવ્યું કે, ટ્રાફિકમાં અમે 1500 તો સિફ્ટ વાઈઝના જવાનો 12 વાગ્યા સુધી રાખ્યા છે, જેમાં અન્ય 600 જવાનો અમે એડ કર્યો છે, એમ કુલ 2100 જવાનોની ફોર્સ તૈયાર કરી છે. ટ્રાફિક પોલીસ, ટીઆરબી, અને હોમગોર્ડ જવાનો આ ફરજ પર રહેશે તેમજ અમારી સીપી ઓફિસ તરફથી પણ સૂચના છે, રેડિએશન જેકેટ અને લાઈટ બટન સાથે સજ્જ રહી એમને ડ્યૂટી કરવાની રહેશે. ઓવર સ્પીડે ચાલતા વાહનોને પકડવા માટે પણ અમારી સ્પેશિયલ ટીમ સ્પીડઘન સાથે કાર્યરત છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ