બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad Sept University student commits suicide

અમદાવાદ / CEPT યુનિ.માં આર્કિટેક્ચરના વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી માર્યો મોતનો કુદકો, સ્યુસાઇડથી મિસ્ત્રી પરિવાર આઘાતમાં, જાણો કેમ ભર્યું આવું પગલું?

Kishor

Last Updated: 05:23 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીમાં આર્કિટેક્ચરના વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા અરેરાતી મચી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • સેપ્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ કર્યું સ્યુસાઇડ
  • આર્કિટેક્ચરના વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કર્યુ સ્યુસાઇડ
  • શિવ મિસ્ત્રી નામના વિદ્યાર્થીએ કર્યું સ્યુસાઇડ

વિદ્યાર્થીઓના આપઘાતના વધતા જતા બનાવો વચ્ચે અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી જીવતરનો અંત આણી લીધો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સેપ્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાનું બહાર આવતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે. નોંધનીય છે કે આંબાવાડીમાં વિદ્યાર્થીએ બીલ્ડીંગ પરથી પડતું મૂકી મોત વ્હાલું કરી લીધું હતું.

ahmedabad Sept University student commits suicide

છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હોવાનું આવ્યું સામે
સેપ્ટ યુનિવર્સીટીમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીના આપઘાતનો મામલો બહાર આવ્યો છે. શિવ મિસ્ત્રી નામના વિદ્યાર્થીએ આંબાવાડી ખાતે ધાબા પરથી છલાંગ લગાવી આયખું ટૂંકાવી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે.સ્યુસાઇડથી મિસ્ત્રી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસને માહિતી આપવામા આવી હતી. જેને લઈને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે પંચનામું કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમાં નિવેદનો આધારે બહાર આવ્યું કે શિવ મિસ્ત્રી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતો અને ગુમસુદા રહેતો હતો. જે બાદ અકળ કારણોસર કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. હાલ આ મામલે પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ