બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad police 'take off reels' of stuntmen, see how they punished them on Sindhu Bhawan Road

કાર્યવાહી / અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની 'REELS ઉતારી દીધી', સિંધુ ભવન રોડ પર જ જુઓ કેવી સજા આપી, ફોટોઝ જબરા વાયરલ

Priyakant

Last Updated: 11:11 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Police News: યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતો.... અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની 'REELS ઉતારી દીધી, ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં', પોસ્ટર સાથે દેખાયો યુવક

  • અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની 'REELS ઉતારી દીધી
  • લોકોના જીવ જોખમમાં મૂકીને વાહનો હંકારતા યુવક સામે કાર્યવાહી
  • ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં', પોસ્ટર સાથે દેખાયો યુવક 

અમદાવાદમાં અવાર-નવાર લબરમૂછિયાઓ કાર અને બાઇક પર સ્ટંટ કરી પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂકતાં હોય તેવા વિડીયો સામે આવ્યા છે. જોકે બાદમાં જે-તે પોલીસ સ્ટેશન દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં એક વ્યક્તિ લોકોના જીવ જોખમમાં મૂકીને વાહનો હંકારતો હોઇ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે. 

અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતો હતો. જોકે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. જે બાદમાં યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો છે.

જેમાં યુવક ખુદ એક સ્ટિકર લઈ ઊભો રહ્યો હોવાનું એક તસવીરમાં દેખાઈ રહ્યું છે. જેમાં લખ્યું છે કે, 'ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં'.

મેઘાણીનગરનો પણ વિડીયો થયો હતો વાયરલ 
અમદાવાદ શહેરનાં મેઘાણીનગરનાં મેન્ટલ બારી રોડ નજીક એક્ટીવા ઉપર એક યુવક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ એક્ટીવા ઉપર બેઠો હતો. જ્યારે એક ઉભો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે વાયરલ થયેલા વીડિયોને લઈ કાર્યવાહિ હાથ ધરી છે. પોલીસે આ બાબતે તપાસ કરતા આરોપી મનીષ પટ્ટણીની તેનાં વાહન સાથે ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ