બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad: No more respect, no more job! Tukde tukde servants stole tainted coins worth Rs 60 lakh, modus operandi was such that it was difficult to believe.

ભાંડફોડ / અમદાવાદ: ના રહી ઈજ્જત,ના રહી નોકરી! ટુકડે ટુકડે નોકરે 60 લાખના દાગીના ચોર્યા, મોડસ ઓપરેન્ડી એવી કે વિશ્વાસ કરવો મુશ્કેલ

Vishal Khamar

Last Updated: 10:51 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એક જવેલર્સમાં કર્મચારીએ રૂ 60 લાખના દાગીનાની કરી ઉચાપત કરી છે. ત્યારે આ બાબતે વેપારીને શંકા જતા CCTV ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વિશ્વાસ કેળવીને કર્મચારીએ લગાવ્યો ચુનો લગાવ્યો હતો. બોડકદેવ પોલીસ ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે.

  • અમદાવાદનાં બોડકદેવમાં જ્વેલર્સનાં મેનેજરે કરી દાગીનાની ઉચાપત
  • અલંકાર જ્વેલર્સનાં મેનેજરે કરી રૂા. 60 લાખનાં દાગીનાની ઉચાપત
  • બોડકદેવ પોલીસે વિક્રમ રાવલ નામનાં શખ્શ સામે નોંધ્યો ગુનો

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી વિક્રમ રાવલ છે. જેને જવેલર્સના વેપારીને રૂ 60 લાખનો ચુનો લગાવતા પોલીસે ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ સાયન્સ સીટીમાં આવેલા અંલકાર જવેલર્સના માલીક મનોજભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે કે તેમના જવેલર્સમા મેનેજર તરીકે કામ કરતા વિક્રમભાઈ રાવલે તેમની જાણ બહાર ટુકડે ટુકડે રૂ 60 લાખના દાગીનાની ઉચાપરત કરીને બીજે વેચાણ કરી દીધા. સોનાના દાગીના મીસીંગ થતા વેપારીને શંકા ગઈ હતી.. અને તેમણે સીસીટીવી ચેક કરતા મેનેજર વિક્રમભાઈ રાવલ દાગીનાની ચોરી કરતા કેદ થયા. જેથી વેપારીઓ બોડકદેવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. 

સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો

પકડાયેલ આરોપી વિક્રમ રાવલ છેલ્લા 2 વર્ષથી અલંકાર જવેલર્સમા મેનેજર તરીકે નોકરી કરતો હતો.. આ જવેલર્સ સોનાચાંદીના વેપારીઓ પાસેથી તૈયાર દાગીનાની ખરીદી કરીને વેચાણ કરે છે.. જેથી મહારાષ્ટ્રથી તૈયાર દાગીના આવે ત્યારે દાગીના ખરીદી કરીને કંપનીના ટેગ લગાવીને દાગીનાનુ વેચાણ કરવાના વ્યવહારની માહીતી આરોપી રાખતો હતો. કંપનીએ દાગીનાની કરેલી ખરીદ વેચાણની એન્ટ્રી કોમ્પ્યુટર અને મેન્યુઅલ ચોપડામાં લખતો હતો. એક વર્ષ પહેલા તેને લાલચ આવતા તેણે દાગીનાની ચોરી શરૂ કરી છે. અને હિસાબોના લખાણમાં પણ ચેડા શરૂ કર્યા. આ બાબતની જાણ વેપારીને થતા તેમણે મેનેજર પર વોચ રાખીને સીસીટીવી ફુટેજ ચેક કરતા મેનેજરનો ભાંડો ફુટયો. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

 મનોજભાઈ પટેલ (જવેલર્સના માલીક)

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
જવેલર્સમા થયેલી 60 લાખની ચોરી અને ઉચાપતને લઈને બોડકદેવ પોલીસે વિક્રમ રાવલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ સોનાના દાગીના આરોપીએ કયા કયા સોની વેપારીને વેચ્યા છે. તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ