બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad drunken policeman rammed a car on a bike

ગુનો / અમદાવાદમાં નશેડી પોલીસકર્મીએ દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર, પરિવાર લોહીલુહાણ થયો

Ajit Jadeja

Last Updated: 09:09 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી દીધી હતી. બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદમાં કાયદાનું રક્ષણ અને પ્રજાની સુરક્ષાની જવાબદારી જેના સીરે છે એ અમદાવાદ પોલીસ ચર્ચામાં આવી છે. આજે ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો હોઈ તેવી ઘટના સામે આવી છે. વાસણામાં ખોડીયાર નગર પાસે પોલીસ જવાને નશાની હાલમાં અકસ્માત કર્યો છે. નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી દીધી હતી. બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસ જવાને પરિવાર પર કાર ચડાવી દેતા હડકંપ મચ્યો છે. અમદાવાદમાં વાસણામાં ખોડીયાર નગરપાસે આ ઘટના બની છે જ્યા પોલીસ જવાને નશો કરી કાર ચલાવી હતી. નશામાં એટલો ધૂત હતો કે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. અને બાળક સહિત ત્રણ જણા પર કાર ચડાવી દીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી પોલીસની પ્લેટ મળી આવી છે. અકસ્માત કર્યા બાદ પોલીસ જવાન નાસી છુટ્યો હતો.

આ પણ વાંચોઃ આજથી લાખો પદયાત્રીઓ-સંઘોનું ડાકોર તરફ પ્રયાણ, અબીલ ગુલાલની છોળ ઉડાડી ભકતો રંગાયા ભકિતના રંગે

પોલીસકર્મીનો દારૂની બોટલ સાથે વીડિયો સામે આવ્યો

અમદાવાદ પોલીસ ચર્ચામાં રહી હોય તેવો આ પહેલો કિસ્સો નથી અગાઉ આનંદનગર વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસકર્મી જોવા મળ્યો હતો કાર સાઇડમાં પાર્ક કરીની પોલીસકર્મી નશાની હાલતમાં ઊંઘતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં પોલીસકર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો છે. ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હતી. નોધનીય છે કે અમદાવાદ પોલીસ હંમેશા વિવાદમાં રહી છે. થોડા સમય અગાઉ પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો જેમાં એરપોર્ટ પરથી ઘરે જઇ રહેલા પરિવારને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કોર્ટ સુધી પહોચ્યો હતો ત્યાર બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ