બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Crime Branch busted a gang dealing in weapons

એક્શન / અમદાવાદમાં ખુલ્લેઆમ હથિયારોની હેરાફરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ, 6 પિસ્તોલ સાથે 2ની ધરપકડ

Malay

Last Updated: 03:51 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારોના સોદાગરોની ચેઈન કરી ક્રેક, 6 પિસ્તોલ સાથે બે તસ્કરોની કરી ધરપકડ.

  • ક્રાઈમ બ્રાન્ચે હથિયારોના સોદાગરોની ચેઈન ક્રેક કરી
  • ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે બે ઓપરેશન પાર પાડ્યાં
  • હથિયાર તસ્કરોની આખેઆખી ચેઇનનો કર્યો પર્દાફાશ 

અમદાવાદ શહેરમાં હથિયારો લઇને ફરતી ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં ફતેહવાડી વિસ્તારમાંથી પિસ્તોલ સાથે ઝડપેલા આરોપી બાદ એક પછી એક હથિયારના સોદાગરોનો પર્દાફાશ કર્યો છે. ફતેહવાડીમાં કરેલા ઓપરેશન બાદ ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે બે ઓપરેશન પાર પાડ્યાં છે. જેમાં પાંચ પિસ્તોલ અને એક દેશી તમંચા સાથે બે આરોપીની અલગ અલગ જગ્યા પરથી ધરપકડ કરી છે. હથિયારો સાથે ઝડપાયેલા તમામ ગુનેગાર એક બીજા સાથે સંકળાયેલા છે. તમામ આરોપી એક જ ગ્રુપમાં કામ કરી હથિયાર વેચવાનું કામ કરે છે. ક્રાઈમ બ્રાન્ચે હથિયાર તસ્કરોની આખેઆખી ચેઇનનો પર્દાફાશ કર્યો છે. જેનું મૂળ ઉત્તર પ્રદેશ હોય તેવું લાગી રહ્યું છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (ફાઈલ ફોટો)

ક્રાઈમ બ્રાન્ચને મળી હતી બાતમી
ક્રાઈમ બ્રાન્ચની ટીમને થોડા દિવસ પહેલાં બાતમી મળી હતી કે જુહાપુરાના ફતેહવાડી પાસે આરિફખાન ઇબ્રાહીમખાન પઠાણ (રહે. જન્નત રેસિડેન્સી, ફતેહવાડી) હથિયાર લઇને ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આરિફખાન પઠાણની એક પિસ્તોલ અને છ જીવતાં કારતૂસ સાથે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેણે કબૂલાત કરી હતી કે પિસ્તોલ અને કારતૂસ દરિયાપુર ચારવાડમાં રહેતા રફીક અહેમદ ઉર્ફે પંચોલી ગુલામઅહેમદ શેખ પાસેથી ખરીદી કર્યાં હતાં. 

રફીકના વાહનમાંથી મળી હતી ત્રણ પિસ્તોલ
ગઇ કાલે ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી કે થોડા દિવસ પહેલાં ફતેહવાડીમાં આરિફખાન પઠાણ પાસેથી મળી આવેલા હથિયારના કેસમાં નાસતો ફરતો રફીક ઉર્ફ પંચોલી ગુલામઅહેમદ શેખ પોતાનાં ટુ વ્હીલરમાં હથિયાર લઇને નીકળ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રફીકની આર્મસ એક્ટના ગુનામાં ધરપકડ કરી લીધી હતી અને તેનાં વાહનની તલાશી લીધી હતી. રફીકનાં વાહનમાંથી ત્રણ પિસ્તોલ બે મેગઝિન અને છ જીવતાં કારતૂસ મળી આવ્યાં હતાં. 

પૂછપરછમાં જુહાપુરાના શાહીદખાનનું ખુલ્યું નામ
રફીકની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી છે કે એક પિસ્તોલ અને બે જીવતાં કારતૂસ જુહાપુરામાં રહેતા શાહીદખાન પઠાણ પાસેથી ખરીદી કર્યાં છે, જ્યારે બે પિસ્તોલ તેમજ મેગઝિન અને ચાર જીવતાં કારતૂસ અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ પાસેથી ખરીદ કર્યાં છે. ક્રાઈમ બ્રાન્ચે રફીક, શાહીદ અને અસલમ વિરુદ્ધ આર્મસ એક્ટનો ગુનો દાખલ કર્યો હતો અન શાહીદ અને અસલમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. 

રથયાત્રા પહેલા અમદાવાદમાં એક બાદ એક ઝડપાઇ રહ્યા છે હથિયારો, 24 કારતૂસ પણ  મળ્યા | Weapons were again seized from Ahmedabad before the Rath Yatra
ફાઈલ ફોટો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલદાર અને શાહીદની શોધખોળ શરૂ કરી
ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાલુપુરમાં રહેતા અસલમખાન પઠાણને શોધી રહી હતી ત્યારે તેને બાતમી મળી હતી કે અસલમખાન પાસે વધુ હથિયારનો જથ્થો છે. બાતમીના આધારે અસલમની ધરપકડ કરતાં તેની પાસેથી બે પિસ્તોલ, એક દેશી તમંચો અને સાત જીવતાં કારતૂસ મળી આવ્યાં છે. અસલમખાને કબૂલાત કરી છે કે જુહાપુરામાં રહેતા દિલદાર અંસારીએ તેને હથિયાર વેચવા માટે આપ્યાં હતાં. દિલદાર અંસારી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ઘણા સમયથી જુહાપુરામાં રહે છે. ક્રાઈમ બ્રાન્ચે હથિયારની તસ્કરીના કાંડમાં દિલદાર અને શાહીદને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

હથિયારની તસ્કરીનું મૂળ ઉત્તર પ્રદેશ
આરિફ પઠાણથી ક્રાઈમ બ્રાન્ચ ે હથિયાર ઝડપવાનું શરૂ કર્યું હતું અને અસલમખાનની ધરપકડ સુધી પહોંચ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ે એક પછી એક હથિયાર લઇને ફરતા ગુનેગારોને દબોચી લીધા છે. આ હથિયાર તસ્કરીનું મૂળ ઉત્તર પ્રદેશ હોય તેવી પૂરેપૂરી શક્યતા ક્રાઈમ બ્રાન્ચ ને લાગી રહી છે. દિલબર અને શાહીદની ધરપકડ બાદ બીજાં પણ હથિયારો લઇને ફરતા ગુનેગારોનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. દિલબરનો આકા ઉત્તર પ્રદેશમાં બેઠો છે તે ઇમ્પોર્ટેડ હથિયારોનો જથ્થો અમદાવાદમાં મોકલાવી રહ્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે એક પછી એક હથિયારોની લે વેચ કરતી ચેઇન તોડી નાખી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ