બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad businessman 5.90 crore unaccounted

ક્રાઈમ / તમારા નામે લોન તો નથી ચાલતી ને? અમદાવાદના વેપારીની જાણ બહાર 5.90 કરોડની ઊઠાંતરી, આવી રીતે ખૂલ્યું કૌભાંડ

Dinesh

Last Updated: 11:35 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ શહેરમાં તૈયાર થયેલા અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર વેપારી ભરત મેવાડા સાથે આરોપીએ છેતરપિંડી કરતા આરોપીએ EOWએ ધરપકડ કરી છે

  • અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવીને 5.90 કરોડ લોન લીધી
  • આરોપીએ મિલકતના ખોટા ડોક્યુમનેટ બનાવીને લોન મેળવી
  • ઠગાઈ કેસમાં પોલીસે પીયૂષની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી


અમદાવાદના વેપારીની મિલકત પર રૂ 5.90 કરોડની લોન કૌભાંડ કેસમાં EOWએ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મિલકતના ખોટા ડોક્યુમનેટ બનાવીને લોન મેળવી હતી. આ કૌભાંડમાં આરોપીની માતા અને મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરૂ કરી.

5.90 કરોડની લોન લઈને ઠગાઈ કરી
આરોપી પિયુષ ગોંડલીયા છે. જેણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાંથી 5.90 કરોડની લોન લઈને ઠગાઈ કરી છે. અમદાવાદ શહેરમાં તૈયાર થયેલા અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર વેપારી ભરત મેવાડા સાથે આરોપીએ છેતરપિંડી કરતા EOWએ  ધરપકડ કરી છે. 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં વેપારી ભરત મેવાડા એ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આશ્રમ રોડ પર સ્થિત જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા 5.90 કરોડની લોન ઉઠાવી લેવામાં આવી હતી. આ મામલે EOWએ તપાસ કરતા આરોપી પિયુષ ગોંડલીયા તેની માતા મુકતાબેન ગોંડલીયા અને નિલેશ પટેલનું નામ ખુલ્યું હતું. આ ઠગાઈ કેસમાં પોલીસે પીયૂષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મોર્ગેઝ મિલકત ચેક કરવા આવતા કૌભાંડનો પર્દાફાશ થયો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કરોડોના લોન કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિલેશ પટેલ છે. પિયુષ ગોંડલીયાએ મકાન ખરીદ્યું હતું. જેના લોનના હપ્તા ચઢી જતા તેને વધુ એક લોન લેવી હતી. તેને પોતાના મિત્ર નિલેશ પટેલને લોન માટેની વાત કરી હતી. જેથી નિલેશએ આશ્રમ રોડની મિલકતના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. અને પિયુષ ગોંડલીયાના નામથી મહારાષ્ટ્રના ગોરેગાવમાં વિબગ્યોર એન્ટરપ્રાઈઝ કંપની રજીસ્ટર કરાવી હતી. અને એ કંપનીના નામે મિલકતના ખોટા ડોક્યુમેન્ટ દ્વારા બેન્ક ઓફ મહારાષ્ટ્રમાંથી 4.50 કરોડની ટર્મ લોન તથા 15 લાખની સીસી લોન મેળવી હતી. ત્યાર બાદ 1.25 કરોડની વધુ એક લોન લઈને કુલ 5.90 કરોડની લોન લીધી હતી. જેમાંથી 5 કરોડ 64 હજાર ભરવાના બાકી હોવાથી બેંકના કર્મચારીઓ મોર્ગેઝ મિલકત ચેક કરવા આવતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વાંચવા જેવું: ભાજપની રાજકીય લેબોરેટરીમાં હવે કૌભાંડી વિપુલ ચૌધરીનો ટેસ્ટ? સ્ટેજ પર દેખાતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવાજૂની

તપાસમાં શું ખુલ્યુ ?
EOWની તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડમાં ખોટા શેર સર્ટિફિકેટમાં પિયુષની માતાની સહી કરાવી હતી. નિલેશ પિયુષ અને તેની માતાને સહી કરવા માટે મુંબઈ પણ લઈ ગયો હતો. લોન મંજૂર થયા બાદ મોટાભાગની રકમ માસ્ટર માઈન્ડ નિલેશ જ પોતાની પાસે રાખી લીધી હતી, કારણ કે જે નામની કંપની બનાવીને લોન લેવાઈ હતી. તે અંગે પિયુષ અજાણ હતો. નિલેશએ  રૂ 5.90 કરોડની રકમ માંથી માત્ર 22 લાખ જ પીયૂષને આપ્યા હતા. અગાઉ પણ આ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈને લઈને નોંધાયેલી 2 ફરિયાદમાં નિલેશનું નામ ખુલ્યું હતું. તેને એક જાણીતા બિલ્ડર સાથે પણ ઠગાઈ કરી હતી. હાલમાં EOW ફરાર નિલેશ અને પીયૂષની માતાની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ