બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Ahead of the elections banners were put up in Upaleta demanding a local candidate

ઇલેક્શન 2022 / ચૂંટણી પહેલા ઉપલેટાનું ગરમાયું વાતાવરણ, સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ઠેર-ઠેર લાગ્યા બેનરો

Malay

Last Updated: 03:03 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉપલેટામાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે બેનર લગાવવામાં આવતા માહોલ ગરમાયો છે.

 

  • ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા બેનર યુદ્ધ 
  • શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટરો 
  • ચૂંટણી પહેલાં પોસ્ટર લાગતા અનેક ચર્ચાઓએ પકડ્યું જોર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે.   મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. સ્થાનિકોએ શહેરના મુખ્ય માર્ગો પર બેનર લગાવ્યા છે. 

સ્થાનિક ઉમેદવારની માંગ સાથે લાગ્યા બેનરો
ચૂંટણી પહેલા ધોરાજીના ઉપલેટામાં બેનરો લાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિકો દ્વારા શહેરમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં સ્થાનિકો દ્વારા સ્થાનિક ઉમેજદવારની માંગ કરવામાં આવી છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની ભાજપ-કોંગ્રેસ સમક્ષ માગ કરવામાં આવી છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ. ચૂંટણી પહેલાં શહેરભરમાં બેનરો લાગતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. 

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી ઉઠી 
આ અંગે ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, આજે સવારથી ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા પણ માંગણીદારો છે, તે તમામ સ્થાનિક માંગણીદારો છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માંગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોઈ અને તેણે બેનર માર્યા હોય તેવો મને અંદાજ છે. 

લલિત વસોયા (ધારાસભ્ય, ધોરાજી)

લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા
લલિત વસોયાએ જણાવ્યું કે, સ્થાનિક ઉમેદવાર લોકોની વચ્ચે રહેતો હોય, લોકોને ઓળખતો હોય, લોકો તેને ઓખળતા હોય. સ્થાનિક ઉમેદવાર હોઈ તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. ભૂતકાળમાં બંને પાર્ટીમા બહારના ઉમેદવાર આવેલ હોઈ જેના કારણે ધોરાજીનો વિકાસ થઈ શક્યો ન હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ