બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Agriculture Minister Raghavji Patel in action mode, talking on Delhi phone over fertilizer shortage

મૂંઝાશો નહિ / ખાતરની અછતને લઇને કૃષિમંત્રી રાઘવજી પટેલ એક્શન મોડમાં, દિલ્હી ફોન લગાવીને કરી વાતચીત

Mehul

Last Updated: 10:03 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ફરી ખાતરની અછત વર્તાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કોરોના કાળમાં ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખાતરની અછતને લઇને એક્શનમા

  • ખાતર મુદ્દે કૃષિ મંત્રીની દિલ્હીમાં 'ધા'
  • બે દિવસમાં કચ્છમાં પહોચશે ખાતર 
  • ખેડૂતોને નહિ પડે ખાતરની અછત -રાઘવજી 


ગુજરાતમાં ફરી ખાતરની અછત વર્તાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કોરોના કાળમાં ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર થયા છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખાતરની અછતને લઇને એક્શન મોડમાં આવ્યા. તેમણે કહ્યું કે કચ્છમાં 1436 ટન ખાતર 2 દિવસમાં પહોચી જશે. અને ઉતર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ 2 દિવસમાં ખાતર પહોચી જશે જેથી ખાતરની અછત ખેડૂતોને નહી પડે. ખાતરની અછતને લઇને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાઘવજી પટેલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આમ પોટાશ ખાતરના ભાવ વધતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજીત 40 કરોડનો આર્થિક બોજો સહન કરવો પડશે, મહત્વનું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ 5 હજાર કરોડની સબસિડીની માગ કરાઇ રહી છે. 

પોટાશમાં ગુણ દીઠ  થયો હતો  660 રૂપિયાનો વધારો
નવા વર્ષની શરૂઆત સાથે જ ખાતરના ભાવમાં વધારો થયો છે. પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો છે. એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો. જ્યારે હવે જાન્યુઆરી 2022માં પોટાશ ખાતરનો ભાવ 1700 થયો છે. જેને લઇ રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો થયો છે. 

ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે-સંઘાણી

ખાતરના ભાવ વધારા મુદ્દે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે જે 280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો છે.આમ ખાતરના ભાવમાં વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટ કારણભૂત છે.દેશ અને રાજ્યમાં પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.

આજે આવક અડધી અને ખર્ચ બમણો થયો;કોંગ્રેસ 

ગુજરાતમાં ભાજપ સરકારના 25 વર્ષ અને કેન્દ્રમાં 7 વર્ષના શાસન પૂરા થયા છતા ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના  ઠાલા વચનો આપ્યા હતા જો કે આજે ખેડૂતોની આવક અડધી અને ખર્ચ બમણો થઈ ગયો છે. અવાર નવાર ખેડૂતો ભારત સરકારની નીતિ સામે વિરોધ કરતા નજરે પડે છે, વર્તમાન સમયમાં ખાતરના ભાવ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને ખાતરના ભાવમાં 260 વધ્યા બાદ 259 રુપિયાનો વધારો કરાયો હતો, એક તરફ ડીઝલ, સિંચાઈ,બિયારણ, જંતુનાશક દવાઓના ભાવથી ખેડૂતો હેરાન છે. ત્યારે કૃષિ ઓજાર પર પણ જીએસટી ચાર્જ વસુલવામાં આવે છે. આ ભાવ વધારા વચ્ચે વિપક્ષે પણ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે. 

રાસાયણિક ખાતરમાં ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. 1 વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1 હજાર મોંઘવારી ખેડૂતોના શિરે આવી પડ્યો છે. રાસાયણિક ખાતર અને દવાના ભાવ વધારા સામે ખેડૂત લાચાર છે. ઉપજ મુજબ ભાવ ન મળતા ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. હવે ખાતરમાં ભાવ વધારો થા ખેડૂત ચિંતિત બન્યા છે. ખાતરના ભાવ વધારા કારણે ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ  છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ