બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / agnipath agniveer scheme bharti changes 2023

દેશ / અગ્નિપથની ભરતીના નિયમોમાં થયા ફેરફાર, હવે આ અભ્યાસ કરનારા લોકોને પણ અપાયો ચાન્સ, જાણી લો સમગ્ર પ્રોસેસ

Vaidehi

Last Updated: 06:19 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાએ અગ્નિપથ યોજનામાં ફેરફારો કરવાનું એલાન કર્યું છે. અગ્નિવીરોની આવનારી ભરતી 3 ચરણોમાં થશે અને વધુમાં વધુ 50 અંક બોનસ રહેશે.

  • અગ્નિપથ યોજનામાં ફેરફારો કરવાનું એલાન 
  • આવનારી ભરતી 3 ચરણોમાં થશે
  • ઉમેદવારોને વિવિધ બોનસ અંકો આપવામાં આવશે

કોટા સેના ભરતી કાર્યાલયથી 326 સફળ અગ્નિવીર ભરતી ઉમેદવાર ટ્રેનિંગ માટે રવાના થશે. સેના ભરતી નિર્દેશક કર્નલ ઈંદરજીત સિંહે જણાવ્યું કે ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફારોની ઘોષણા કરી છે. 

ભરતી 3 ચરણોમાં થશે
ભારતીય સેનાની આગામી ભરતી ત્રણ ચરણોમાં થશે અને વધુમાં વધુ 50 અંકનો બોનસ મળશે. પ્રથમ ચરણમાં તમામ ઉમેદવારોને સામાન્ય પ્રવેશ પરીક્ષા આપવી પડશે. દ્વિતીય ચરણમાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને સંબંધિત AROSની તરફથી નક્કી કરવામાં આવેલા સ્થાનો પર ભરતી રેલી માટે બોલાવવામાં આવશે.

વધુમાં વધુ 50 અંકનો બોનસ
રેલીમાં શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ અને શારીરિક માપન પરીક્ષણ થશે. અંતિમ ચરણમાં પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ આપવાનું રહેશે. NCCની તરફથી સર્ટિફિકેટ ધારકોને ભરતી પરીક્ષામાં કોઈપણ પ્રકારની છૂટ મળશે નહીં. 20 અંકો બોનસનાં રૂપે મળશે. 10માં ધોરણ બાદ એકવર્ષનાં ITI કોર્સ પર 20 અંક આપવામાં આવશે. 2 વર્ષનાં ITI કોર્ષ પર 30 અંકોનો બોનસ અને 12માં બાદ એકવર્ષ ડિપ્લોમા પર 30, 2 વર્ષનાં ડિપ્લોમા પર 40 અને 3 વર્ષનાં ડિપ્લોમાં પર 50 અંક બોનસનાં રૂપે આપવામાં આવશે. 

ઓનલાઈન એપ્લિકેશન 15 માર્ચ સુધી ઓપન
સેના ભરતી નિર્દેશકે જણાવ્યું કે ઓનલાઈન JIA વેબસાઈટ પર અરજી 15 માર્ચ સુધી ચાલુ રહેશે. એપ્લિકેશનની પ્રક્રિયા પહેલા જેવી જ છે. ઉમેદવારે આધારકાર્ડ કે 10માં ધોરણનાં પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અપ્લાય કરી શકશે. તેમણે કહ્યું કે ઈન્ડિયન આર્મીની વેબસાઈટને વધારે પારદર્શિતા માટે ડિજિલોકર સાથે જોડવામાં આવ્યું છે. ઑનલાઈન CEE સમગ્ર ભારતમાં 176 સ્થાનો પર આયોજિત કરવામાં આવી રહી છે. જેનો શુલ્ક 500 રૂપિયા પ્રતિ ઉમેદવાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ