બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Agneepath Scheme Now soon Women Agniveer can also take up arms, recruitment will be started in Indian Army

Agneepath Scheme / હવે ટૂંક સમયમાં મહિલા અગ્નિવીર પણ ઉપાડી શકે છે હથિયાર, ભારતીય સેનામાં શરૂ કરાશે ભરતી

Megha

Last Updated: 10:49 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ભારતીય સૈન્ય સેવાઓમાં લગભગ 1700 મહિલા અધિકારીઓ છે.એવામાં હવે મહિલા અગ્નીવીરોને પણ ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

  • મહિલા અગ્નીવીરોને સૈનિક તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો!
  • હાલમાં ભારતીય સૈન્ય સેવાઓમાં લગભગ 1700 મહિલા અધિકારીઓ છે
  • મહિલાઓને સૈનિક તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે

હવે ભારતીય સેનામાં મહિલાઓનું કદ વધારવાની તૈયારીઓ થઈ રહી છે.એવા સમાચાર છે કે મહિલા અગ્નીવીરોને સૈનિક તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

એ વાત તો નોંધનીય છે કે ભારતીય સશસ્ત્ર દળોમાં જૂન 2022 થી અગ્નિપથ યોજના દ્વારા ભરતી ચાલુ છે. આંકડાની વાત કરીએ તો હાલમાં ભારતીય સૈન્ય સેવાઓમાં લગભગ 1700 મહિલા અધિકારીઓ છે.એવામાં હવે મહિલા અગ્નીવીરોને પણ ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે સામેલ કરવામાં આવી શકે છે. 

આર્મી અગ્નિવીર ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આ ડાયરેક્ટ લિંકથી ચેક કરી  શકાશે પરિણામ I Indian Army Agniveer Result 2023 Check Agniveer GD Exam  Merit List at joinindianarmy.nic.in

ભારતીય સૈન્યના ત્રણ વર્ગ:
ભારતીય સેનામાં સૈનિકોને તેમની ભૂમિકા અને કાર્યના આધારે ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવે છે.કોમ્બેટ આર્મ્સ જેમાં પાયદળ, આર્મર્ડ અને મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીનો સમાવેશ થાય છે. બીજું છે કોમ્બેટ સપોર્ટ આર્મ્સ જેમાં આર્ટિલરી, એન્જિનિયર્સ, એર ડિફેન્સ, લશ્કરી ઉડ્ડયન અને SAN ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે અને ત્રીજું સર્વિસીઝ જેમાં આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયર્સ કોર્પ્સ અને આર્મી મેડિકલ કોર્પ્સ તેનો એક ભાગ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાઓને સૈનિક તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરતી પહેલા સેવાઓથી શરૂ થશે.બાદમાં તેને કોમ્બેટ સપોર્ટ આર્મ્સમાં વિસ્તરણ કરવામાં આવશે.ભારતીય સેનામાં 10 લાખથી વધુ સૈનિકો છે.અત્યાર સુધી સૈન્ય સ્તરે મિલિટરી પોલીસ કોર્પ્સમાં મહિલાઓનો સમાવેશ થતો હતો.

ધોરણ 10 પાસ થયેલી દીકરીઓ પણ બની શકે છે નૌસેનામાં અગ્નિવીર, 5 સરળ સ્ટેપ્સમાં  સમજો આખી પ્રોસેસ | Daughters who have passed class 10 can also become  firemen in the navy

જૂન 2016 માં જ, ભારતીય વાયુસેનાએ લડાયક ભૂમિકામાં મહિલાઓની નિમણૂક કરવાનું શરૂ કર્યું.તે દરમિયાન ત્રણ મહિલા અધિકારીઓ એરફોર્સમાં ફાઈટર પાઈલટ તરીકે જોડાઈ હતી.અત્યાર સુધી IAF 15 મહિલા ફાઈટર પાઈલટને સેનાનો ભાગ બનાવી ચૂકી છે. સાથે જ ડિસેમ્બર 2022 માં, નેવીએ તમામ સેવાઓમાં મહિલા અધિકારીઓ માટે દરવાજા પણ ખોલ્યા હતા. 

ભારતીય નૌકાદળે અત્યાર સુધીમાં 28 મહિલા અધિકારીઓને જહાજો પર તૈનાત કર્યા છે.આ ઉપરાંત નૌકાદળના વિમાનો અને હેલિકોપ્ટર પર લડાયક ભૂમિકામાં મહિલા અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ