બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / અજબ ગજબ / aghori make physical connection with dead bodies, eat their meat

ધર્મ / અઘોરીઓની સ્મશાન સાધનાની રહસ્યમયી દુનિયા, ભગવાન શિવને પામવા કરે છે ચોંકી જવાય તેવા કામ

Vaidehi

Last Updated: 08:33 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઘોરી કોણ છે? તેમની વેશભૂષા જોઈને સામાન્ય માણસો ભયભીત થાય છે તો કેટલાક લોકો શ્રદ્ધાથી દર્શન પણ કરે છે. પરંતુ આ અઘોરિયોની રહસ્યમય દુનિયા વિશે જાણીને તમે ચોંકી જશો.

  • અઘોરીઓ હોય છે શિવભક્ત
  • ભોજનમાં શવનાં કાચા માંસનું સેવન કરે છે
  • મૃત અને સજીવ બંને સાથે શારીરિક સંબંધ સ્થાપે છે

અઘોરી શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં 'પ્રકાશ તરફ' એવો થાય છે. તો અઘોર શબ્દનો અર્થ અ+ઘોર એટલે કે જે સરળ હોય છે. પરંતુ આધ્યાત્મિક ભાષામાં અઘોર બનવા પહેલા મનથી ઘૃણાને કાઢવું જરૂરી હોય છે. અઘોરી સ્મશાનમાં રહે છે અને તાંત્રિક ક્રિયાઓ કરે છે. સામાન્ય લોકોને જે બાબતોથી નફરત હોય છે અઘોરીઓ તેને જ અપનાવે છે.

ભગવાન શિવને અઘોરનાથ કહેવાયા છે...
શ્વેાશ્વતરોપનિષજમાં ભગવાન શિવને પણ અઘોરનાથ કહેવામાં આવ્યું છે. અઘોરી બાબા પણ શિવજીનાં આ જ સ્વરૂપની પૂજા-ઉપાસના કરે છે. બાબા ભૈરવનાથ પણ અઘોરિયોનાં આરાધક હોય છે. ભગવાન શિવને અઘોરપંતનાં પ્રણેતા માનવામાં આવે છે. શિવજીનાં અવતાર અવધૂત ભગવાન દત્તાત્રેયને પણ અઘોરશાસ્ત્રનાં ગુરૂ માનવામાં આવ્યાં છે. અઘોર સંપ્રદાય શિવજીનાં અનુયાયી હોય છે અને તેઓ માને છે કે શિવજી સ્વયંમાં જ સંપૂર્ણ છે અને સમસ્ત રૂપોમાં વિદ્યામાન છે. 

આ અઘોરીઓ શું કરે છે?

અઘોરીઓ ખાય છે કાચું માંસ- કહેવામાં આવે છે કે અઘોરીઓએ પોતે જ આ વાત માની છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા શવોને કાઢીને તેમનું માંસ ખાય છે. જો કે સામાન્ય માણસને આ વાત બિભત્સ લાગશે પરંતુ આ કરવા પાછળનું કારણ માનવામાં આવે છે કે એવું કરવાથી અઘોરિયોની તંત્ર ક્રિયાની શક્તિને પ્રબળ બનાવે છે.

શિવ અને શવનાં ઉપાસક હોય છે અઘોરીઓ- શિવનાં પાંચ રૂપોમાં એક છે અઘોર. અઘોરી પણ શિવજીનાં ઉપાસક હોય છે અને શિવ સાધનામાં લીન રહે છે. આ સાથે જ તેઓ શવની પાસે બેસીને સાધના કરે છે કારણકે શવને શિવ પ્રાપ્તિનો માર્ગ માનવામાં આવે છે. આ સાધનામાં શવનાં માંસ અને મદિરાનો ભોગ લગાવવામાં આવે છે. એક પગ પર ઊભા રહીને શિવજીની સાધના કરવામાં આવે છે અને સ્મશાનમાં બેસીને હવન કરે છે. 

શવની સાથે શારીરિક સંબંધ- શવની સાથે અઘોરી બાબાઓ શારીરિક સંબંધ બનાવે છે તેવું માનવામાં આવે છે અને ખુદ અઘોરીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેને તેઓ શિવ અને શક્તિની ઉપાસના કરવાનો માર્ગ માને છે. તેઓ માને છે કે જો શવની સાથે શારીરિક ક્રિયાની દરમિયાન જો મન ઈશ્વરની ભક્તિમાં લાગેલ હોય તો આ સાધનાનો સૌથી ઊંચો સ્તર છે.

બ્રહ્મચર્યનું પાલન નથી કરતાં અઘોરીઓ- અન્ય સાધુઓ જ્યારે બ્રહ્મચર્યનું પાલન કરે છે ત્યારે અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતાં નથી. માત્ર શવ સાથે જ નહીં પરંતુ જીવંતો સાથે પણ અઘોરીઓ સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ લપેટી અને ઢોલ નગારાની વચ્ચે શારીરિક સંબંધ સ્થાપે છે. એટલું જ નહીં જ્યારે મહિલાઓનો માસિક ચાલતો હોય ત્યારે ખાસ કરીને સંબંધ બાંધે છે. 

માણસની ખોપરી પોતાની પાસે રાખે છે- અઘોરીઓ પોતાના પાસે હંમેશા નરમુંડ એટલે કે માણસની ખોપરી રાખે છે જેના કાપાલિકા કહેવામાં આવે છે. શિવનાં અનુયાયી હોવાને કારણે અઘોરીઓ નરમુંડ રાખે છે અને તેનો ઉપયોગ પોતાના ભોજનપાત્રનાં રૂપમાં કરે છે. આમ કરવા પાછળનું કારણ છે કે એકવાર શિવજીએ બ્રહ્માનું મસ્તક કાપી નાખ્યું હતું અને તેમના મસ્તકને લઈને સમગ્ર બ્રહ્માંડનાં ચક્કર લગાવ્યાં હતાં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ