બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / afternoon Exercise Behave Like Diabetes Medicine To Lower Blood Sugar Effectively

Health Tips / દવાથી પણ કંટ્રોલ ન થતો હોય ડાયાબિટીઝ, તો બપોરના સમયે કરી લો આ કામ, કંટ્રોલમાં રહેશે શુગર: અસર જોઈ વૈજ્ઞાનિકો ચોંકયા

Bijal Vyas

Last Updated: 04:16 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકવાર ડાયાબિટીસ થયા પછી વ્યક્તિ જીવનભર દવાઓનો ગુલામ બની જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવાની એક સરસ રીત શોધી કાઢી છે

  • આ રીતે કરી શકો છો ડાયાબિટીસને કંટ્રોલ 
  • એક્સરસાઇઝનો સમય છે મહત્વપૂર્ણ 
  • 4 વર્ષ સુધી 2,400 થી વધુ લોકો પર રિસર્ચ થયુ

Diabetes Treatment: એકવાર ડાયાબિટીસ થયા પછી વ્યક્તિ જીવનભર દવાઓનો ગુલામ બની જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવાની એક સરસ રીત શોધી કાઢી છે. આ અભ્યાસમાં મળેલા પરિણામને જોઈ શોધ કરનારા વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે, બપોરે માત્ર એક વસ્તુ કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.

અમેરિકન ડાયાબિટીસ એસોશિએશન પર છપાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, જો ડાયાબિટીસના દર્દીઓ બપોરે શારીરિક પ્રવૃત્તિ કરે છે, તેમના બ્લડ ગ્લુકોઝ બીજાની સરખામણીમાં ઝડપથી કંટ્રોલ થવા લાગે છે. એક ડાયાબિટીસ સેન્ટરના સંશોધકોએ 4 વર્ષ સુધી 2,400 થી વધુ લોકો પર રિસર્ચ કર્યુ. 

ગરમીમાં વજન ઘટાડવા કરો છો સ્વિમિંગ? તો ક્યારેય ન કરતા આવી ભૂલો, નહીં તો.../  lifestyle swimming mistakes never make these mistakes while swimming to  lose weight in summer

એક્સરસાઇઝનો ટાઇમ છે મહત્વનો 
રિસર્ચરનું કહેવુ છે કે, દરેક વ્યક્તિ જાણે છે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે એક્સરસાઇઝ કેટલી જરુરી છે. પરંતુ અમારા રિસર્ચમાં એક્સરસાઇઝનો ટાઇમ એટલે કે સમય પણ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવ્યુ છે. જે ડાયાબિટીસની સારવારને વધુ અસરકારક બનાવે છે.

બપોરે કરો એરોબિક્સ એક્સરસાઇઝ 
જપિંગ રોપ, રનિંગ, જોગિંગ, વોકિંગ, સ્વિમિંગ, સાઇકલિંગ વગેરે એક્સરસાઇઝ એરોબિક કહેવાય છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના અન્ય અહેવાલ મુજબ, આવી કસરત ફેફસાના કાર્ય, કાર્ડિયાક કાર્ય, રોગપ્રતિકારક કાર્યમાં સુધારો કરે છે અને ઇન્સ્યુલિનનો ઉપયોગ વધારે છે.

રેજિસ્ટેંસ ટ્રેનિંગ પણ છે ફાયદાકારક 
​હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે બપોરના સમયે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પણ કરી શકાય છે. તે સ્નાયુઓના જથ્થામાં વધારો સાથે ઇન્સ્યુલિનની સેંસિટિવિટી વધારે છે. તમારે દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટની કસરત કરવી જોઈએ. બેન્ચ પ્રેસ, શોલ્ડર પ્રેસ જેવા વેઇટ વર્કઆઉટ આ લિસ્ટમાં સામેલ છે.

વૃદ્ધાવસ્થા સુધી 'સ્ટેમિના' જાળવી રાખવા પુરુષોએ આજથી જ આ ખોટી આદતોને કરવી  જોઇએ દૂર, જાણો કઇ-કઇ | To maintain 'stamina' till old age, men should avoid  these bad habits from today ...

આ વાતને ના ભૂલશો
વૈજ્ઞાનિકો માને છે કે આ બંને કસરતોને એકલા કરવી વધુ ફાયદાકારક છે. જો તમે એક અઠવાડિયામાં બંને વર્કઆઉટનું મિશ્રણ રાખશો, તો તમે ડાયાબિટીસથી ઝડપથી છુટકારો મેળવી શકશો. વૃદ્ધ લોકો યોગ, ચાલવા, સંતુલિત કસરત કરી શકે છે.

અવલોકનઃ આ અભ્યાસ અવલોકનલક્ષી છે, જેમાં ઊંઘ અને ડાયટ પર ધ્યાન આપવામાં આવતું નથી. આ સાથે, એક બીજી એક્સપેરિમેન્ટલ સ્ટડીની જરૂર છે, જેમાં તે જોવામાં આવશે કે કસરત સમય સાથે ડાયાબિટીસની સારવારમાં ડાયટ અને ઊંઘ કેટલી મદદરૂપ થઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ