બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / after unlock corona case hike in ahmedabad

અલર્ટ / સાવધાન પશ્ચિમ અમદાવાદ : અનલોક બાદ કોરોના વકર્યો, આ એક જ વિસ્તારમાં 150થી વધુ કેસ

Gayatri

Last Updated: 04:33 PM, 26 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં હમણાંથી કોરોનાના કેસ અને મૃત્યુઆંક મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે ઘટી રહ્યો છે. જોકે આમાં પણ કેસની સંખ્યા ઓછી દર્શાવવા માટે ઇરાદાપૂર્વક ટેસ્ટ ઓછા કરાયાના ગંભીર આક્ષેપ ઊઠી રહ્યા છે. આમ તો કોરોનાના કેસ અટકવાનું નામ નથી લેતા પણ હવે મધ્ય ઝોન અને દ‌િક્ષણ ઝોન જેવા વસ્તીની દૃષ્ટિએ ગીચ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે તો સાબરમતી નદી પારનો પશ્ચિમ અમદાવાદનો સમૃદ્ધ ગણાતો વિસ્તાર કોરોનાના નવા હોટસ્પોટ તરીકે ઊભર્યો છે. પશ્ચિમ અમદાવાદમાં અનલોક-૧ બાદથી કોરોનાના કેસ રોકેટ ગતિએથી વધી રહ્યા છે અને ગઇ કાલની સ્થિતિએ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કુલ કેસ પ,૧૦૬ નોંધાતાં તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

  • કોરોનાનું નવું એપી સેન્ટર પશ્ચિમ અમદાવાદ
  • પશ્ચિમ ઝોનના નારણપુરામાં કોરોનાના સૌથી વધુ ૧૫૦થી વધુ કેસ
  • કોરોનાએ મધ્ય ઝોનમાં હાહાકાર મચાવ્યો હતો.

અગાઉ મધ્ય ઝોનનો કોટ વિસ્તાર અને દ‌િક્ષણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા અને મણિનગર જેવા વિસ્તારમાં દરરોજ કોરોનાના બોમ્બ ફૂટતા હતા, પરંતુ તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન પૂર્વ અમદાવાદમાં કડક નિયંત્રણ લદાયાં હતાં. આની સરખામણીમાં પશ્ચિમ અમદાવાદમાં છૂટછાટ અપાઇ હતી. તેમાં પણ અનલોક-૧ હેઠળ ગત તા.૧ જૂનથી તો વ્યાપક છૂટછાટ અપાતાં કોરોનાનું નવું એપી સેન્ટર પશ્ચિમ અમદાવાદ બન્યું છે.

કોરોનાએ મધ્ય ઝોનમાં હાહાકાર મચાવ્યો હતો.

પશ્ચિમ અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં બેદરકારી દાખવતા લોકોના કારણે દરરોજના ૬૦-૭૦ કેસ નોંધાઇ રહ્યા છે. પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ વોર્ડ કોરોનાના નવા એપી સેન્ટર બન્યાં છે. ગત તા.૧૭ માર્ચે સેટેલાઇટ અને આંબાવાડી એમ આ બે જગ્યાએ બે કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કોરોનાએ મધ્ય ઝોનમાં હાહાકાર મચાવ્યો હતો.

પશ્ચિમ ઝોનના નારણપુરામાં કોરોનાના સૌથી વધુ ૧૫૦થી વધુ કેસ

જોકે હવે પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ભયજનક હદે વધ્યું છે. ગત તા.૭ જૂને પશ્ચિમ ઝોનમાં ૧,૭૦ર, ઉત્તર-પશ્ચિમમાં પર૬ અને દ‌િક્ષણ-પશ્ચિમમાં ૬૮૦ કેસ મળીને કેલ ર,૯૦૮ કેસ હતા જ્યારે હવે એકલા પશ્ચિમ ઝોનમાં ર,૮૭૬ કેસ થયા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ૧,૦૬૦ અને દ‌િક્ષણ-પશ્ચિમમાં ૧,૧૭૦ કેસ નોંધાઇ ચૂકયા છે. પશ્ચિમ ઝોનના નારણપુરામાં કોરોનાના સૌથી વધુ ૧૫૦થી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઉત્તર-પશ્ચિમમાં બોડકદેવ, થલતેજ અને દ‌િક્ષણ-પ‌િશ્ચમ ઝોનમાં જોધપુર, વેજલપુર અને મકતમપુરામાં ૧૦૦થી વધુ કેસ થયા છે.

કેન્દ્રીય ટીમને અમદાવાદ આવવાની ફરજ પડી

આજની સ્થિતિએ પશ્ચિમ અમદાવાદમાં ૧,૭૬પ જેટલા એક્ટિવ કેસ છે. જે શહેરના અન્ય ઝોન કરતાં વધુ છે. જ્યારે મૃત્યુઆંક પણ રપ૦થી વધુનો નોંધાયો છે. મૃત્યુઆંકના મામલે પણ પશ્ચિમ અમદાવાદમાં વધુને વધુ દર્દીનો ભોગ લેવાઇ રહ્યો છે. દરમિયાન આજ સાંજ સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો ર૦,૦૦૦ને પાર કરશે. આમ અમદાવાદમાં કોરોનાના કેસ નવા વિક્રમ સર્જી રહ્યું છે. જેના કારણે કેન્દ્રીય ટીમને અમદાવાદ આવવાની ફરજ પડી છે.

બીજી તરફ ગુજરાતમાં ગત તા.૭ જૂને ર૦,૦૦૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં હવે દરરોજના પ૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ગત તા.ર૧ જૂને એક જ દિવસે પ૮૦ કેસનો નવો ઉચ્ચાંક નોંધાયો હતો. આજે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ૩૦,૦૦૦ને પાર કરશે. એટલે કે રાજ્યમાં ૧૯ દિવસમાં નવા ૧૦,૦૦૦ કેસ નોંધાશે. જે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ