બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / After Sun-Moon, the next mission of the country is Venus-Mars, scientists have given the biggest update

મિશન અંતરીક્ષ / સૂર્ય-ચંદ્ર બાદ હવે દેશનું આગામી મિશન શુક્ર-મંગળ, વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી અપડેટ

Megha

Last Updated: 02:08 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોના વડાએ નવા મિશન વિશે માહિતી આપી હતી. એમને કહ્યું કે 'અમારો પ્રયાસ આગામી 5 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીકના ગ્રહો સુધી પહોંચવાનો છે. '

  • ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ સૂર્ય મિશન પણ પૂર્ણ થઈ ગયું 
  • ISRO એ પૃથ્વીના પડોશી ગ્રહો પર પંહોચવાનું મન બનાવી લીધું
  • ભારત આગામી 5 વર્ષમાં પોતાની પહોંચ વધારવાનો પ્રયાસ કરશે

આ દિવસોમાં ભારત વિજ્ઞાનની દુનિયામાં દરરોજ નવી સફળતાની શોધમાં છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ સૂર્ય મિશન પણ પૂર્ણ થઈ ગયું છે. ગગનયાન માટેની પરીક્ષણ ઉડાન પણ પૂર્ણ થઈ ગઈ છે. એવામાં બેંગલુરુમાં યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. એમ. શંકરને રવિવારે જણાવ્યું હતું કે ભારતની અવકાશ સંશોધન એજન્સી ISRO એ પૃથ્વીના પડોશી ગ્રહો પર પંહોચવાનું મન બનાવી લીધું છે. 

સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર: વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો, જુઓ  કેવું હશે આગામી મિશન | ISRO Mission indian space research organisation will  send satellite to Venus to study

ISRO એ પૃથ્વીના પડોશી ગ્રહો પર પંહોચવાનું મન બનાવી લીધું
ઈસરોના વડાએ નવા મિશન વિશે માહિતી આપી હતી. ઈસરોના વૈજ્ઞાનિકો પૃથ્વીના પડોશી ગ્રહો સુધી પહોંચવા માટે બેતાબ છે. એક અહેવાલ મુજબ, ભારત આગામી 5 વર્ષમાં પોતાની પહોંચ વધારવાનો પ્રયાસ કરશે અને દેશની હાજરી મંગળ અને શુક્ર પર નોંધવામાં આવશે. 

મંગળના વાતાવરણમાં પ્રવેશવું એક પડકાર છે.
ડો. શંકરન ઈસરોમાં 'પાવરહાઉસ' યુનિટના વડા છે જે ઓર્બિટમાં ઉપગ્રહને ચલાવવાનું કામ કરે છે. એમને કહ્યું કે 'અમારો પ્રયાસ આગામી 5 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીકના ગ્રહો સુધી પહોંચવાનો છે. જો કે, આ મિશનમાં ઘણા પડકારો છે. મંગળના વાતાવરણમાં પ્રવેશવું એક પડકાર છે. અહીં ખૂબ જ ગરમી છે. આપણે આ મિશન માટે અલગથી તૈયારી કરવી પડશે. આપણે તમામ હકીકતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે. ફ્યુઅલ, લોન્ચિંગ પેડ અને લોન્ચ પેડ ખાસ તૈયાર કરવાના રહેશે.'

ચંદ્રયાન 3: મિશન પૂર્ણ કરીને સ્લીપિંગ મોડમાં રોવર, ISROએ બતાવ્યો આખો પ્લાન,  આ તારીખે ફરી કરશે કામ/ story chandrayaan 3 mission rover into sleep mode  isro

ચંદ્રયાન-2નું નિષ્ફળ લેન્ડિંગ અમને રોકી રહ્યું હતું 
ડૉ. શંકરને વધુમાં જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક વર્ષોથી... અમે મંગળ પર ઉતરાણ કરવાના મિશનની ગોઠવણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાં બે વસ્તુઓ છે જે અમને રોકી રહી હતી. એક તો ચંદ્રયાન-2નું નિષ્ફળ લેન્ડિંગ હતું, જેણે લેન્ડિંગ માટે જરૂરી સેન્સર્સમાં અમારો વિશ્વાસ ઓછો કર્યો. એવું નહોતું કે સેન્સર્સ સારી કામગીરી બજાવતા ન હતા, પરંતુ અમે અમારું અંતિમ લક્ષ્ય હાંસલ કરી શક્યા ન હોવાથી, અમને ખાતરી ન હતી કે તે પર્યાપ્ત છે કે નહીં. હવે અમે જાણીએ છીએ કે શું કરી શકાય છે અને કેવી રીતે આગળ વધી શકીએ છીએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ