બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / After Jawan, now 'Dunki' will be released, SRK announced the date, said, 'Wherever my film goes

મનોરંજન / Jawan બાદ હવે 'ડંકી' થશે રિલીઝ, SRKએ કરી તારીખ જાહેર, કહ્યું 'જ્યારે પણ મારી ફિલ્મ...'

Megha

Last Updated: 09:29 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન'ની સફળતા માટે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં તેની આગામી ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. શું એક જ વર્ષમાં SRKની ત્રણેય ફિલ્મો રિલીઝ થશે?

  • શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન'ની સફળતા માટે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું
  • આ દરમિયાન શાહરૂખ ખાને આગામી ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટ જણાવી 
  • શું એક જ વર્ષમાં શાહરૂખ ખાનની ત્રણેય ફિલ્મો રિલીઝ થશે?

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. એવામાં શાહરૂખ ખાને શુક્રવારે ફિલ્મ 'જવાન'ની સફળતા માટે એક ઈવેન્ટ આયોજન કર્યું હતું. 

ફિલ્મ 'ડંકી' ની રિલીઝ પોસ્ટપોન થશે?
આ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે . ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન દિગ્દર્શક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ડિંકી'માં કામ કરતો જોવા મળશે. વાસ્તવમાં 'જવાન'ના રિલીઝ પછી કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે 'ડંકી' ની રિલીઝ પોસ્ટપોન થવા જઈ રહી છે. 

એક જ વર્ષમાં શાહરૂખ ખાનની ત્રણેય ફિલ્મો રિલીઝ થશે?
એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ તૈયાર છે. પરંતુ તેઓ ચર્ચા કરી રહ્યા છે કે શું એક જ વર્ષમાં શાહરૂખ ખાનની ત્રણેય ફિલ્મો રિલીઝ કરવામાં કોઈ અર્થ છે? આવી સ્થિતિમાં શાહરૂખ ખાને 'જવાન'ની પ્રેસ કોન્ફરન્સમાં 'ડંકી'ની રિલીઝ ડેટની જાહેરાત કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ચાલો જાણીએ કે શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે. 

શાહરૂખ ખાન ક્રિસમસ પર રિલીઝ કરશે ફિલ્મ 'ડંકી'
ફિલ્મ 'જવાન'ની સક્સેસ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની આગામી ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટ વિશે જણાવતા કહ્યું કે, 'અમે 26 જાન્યુઆરીથી શરૂઆત કરી હતી. પઠાણ ગણતંત્ર દિવસ પર રિલીઝ કરી પછી જવાન જન્માષ્ટમી એટલે કે કૃષ્ણજીના જન્મદિવસે આવી. નવું વર્ષ આવવાનું છે તે ક્રિસમસ છે, અમે તેના પર 'ડંકી' લાવીશું, અને જ્યારે પણ મારી ફિલ્મો રિલીઝ થાય ત્યારે ઈદ હોય છે.'

શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટ સામે આવતા જ શાહરૂખ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.  

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે લકી રહ્યું છે
વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી રહ્યું છે. તેની ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડ અને વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં છે. ફિલ્મ 'જવાન'એ ભારતમાં લગભગ 400 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે શાહરૂખ ખાનની 2023ની ત્રીજી ફિલ્મ 'ડંકી' લોકોને કેટલી પસંદ આવે છે અને તે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ