બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / વિશ્વ / After iPhone, Apple is preparing to manufacture one more product in India

બિઝનેસ પ્લાન / આઇફોન બાદ Apple વધુ એક પ્રોડક્ટને ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવાની તૈયારીમાં, આ રાજ્યમાંથી કરશે શ્રીગણેશ

Priyakant

Last Updated: 11:32 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Made In India Apple AirPods News: Apple કંપની ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન કરશે શરૂ,  ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે

  • Apple કંપની ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન શરૂ કરશે
  • ફોક્સકોનની હૈદરાબાદ ફેક્ટરીમાં એપલ એર પોડ્સનું ઉત્પાદન શરૂ થશે 
  • ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ પ્રોડક્ટનું કરે છે ઉત્પાદન

Made In India Apple AirPods : Apple કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન શરૂ કરશે. આ પછી મેડ ઇન ઇન્ડિયા એરપોડ્સનો સમગ્ર વિશ્વમાં દબદબો વધી જશે. વાત જાણે એમ છે કે, ફોક્સકોનની હૈદરાબાદ ફેક્ટરીમાં એપલ એર પોડ્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. 

ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે US$ 400 મિલિયનના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને આ માહિતી આપી છે. જોકે એપલ અને ફોક્સકોને હજુ સુધી આ માહિતીની પુષ્ટિ કરી નથી.

File Photo 

ભારતમાં બનાવેલ બીજી પ્રોડક્ટ
ભારતમાં બનાવેલ Appleના iPhone પછી AirPods બીજી પ્રોડક્ટ હશે જેનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે. આ બીજી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ હશે જે વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ થશે. જણાવી દઈએ કે Appleના AirPods TWS (સાચા વાયરલેસ સ્ટીરિયો) વિશ્વભરના બજારમાં વેચાય છે.

એપલના એરપોડ્સની લોકપ્રિયતા
એપલના એરપોડ્સ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મજબૂત સાઉન્ડ ક્વોલિટી સહિત તેમાં ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં બહેતર અવાજ રદ કરવાની સુવિધા પણ છે, જે ઑડિયો કૉલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં કંપનીએ તેમાં એક ખાસ ફીચર આપ્યું છે, જે દરેક વ્યક્તિના કાનની સાઈઝ પ્રમાણે અવાજને ટ્યુન કરવાનું કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ