બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / Advance planning against heatwave impact in the state

ગાંધીનગર / જરૂર જણાય તો શાળાનો સમય બદલવો, ખેતરોમાં આપવું પૂરતું પાણી: હિટવેવ મામલે CM ભૂપેન્દ્ર પટેલે આગોતરું આયોજન કરવા આપ્યા નિર્દેશ

Dinesh

Last Updated: 06:25 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુદરતી આફતોની જેમ હીટ વેવને પણ ગંભીર ગણી, તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યા છે, દવાઓનો પૂરતો જથ્થો, નિર્વિઘ્ને વીજ પુરવઠો, ખેતીવાડી અને પીવા માટે પાણી પૂરું પાડવું, શાળાના સમયમાં ફેરફાર કરવા સહિતનાં સૂચનો અપાયાં

  • રાજ્યમાં હીટવેવની અસર સામે આગોતરું આયોજન 
  • રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
  • માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવની મહત્તમ શક્યતાઓ


રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાહત કમિશનર હર્ષદનું નિવેદન
આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, દુષ્કાળ અને વરસાદ સહિતની અન્ય કુદરતી આફતોની જેમ ભારત સરકાર દ્વારા હીટવેવને પણ ગંભીરતાથી લઈ, આગોતરા આયોજનનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યસ્તરે પણ હીટવેવ સંદર્ભે આવશ્યક પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ કુદરતી આપદાઓ માટે રાજ્યકક્ષાએ 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત છે તેમજ આ અંગે વખતોવખત જરૂરી માહિતી અને સૂચનાઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે માર્ચથી મે સુધીના ત્રણ માસ દરમિયાન હીટવેવથી બચવા શું કરવું? અને શું ન કરવું? એ અંગે સમજણ આપવામાં આવી હતી.

વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા આદેશ
તદુપરાંત, રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો દ્વારા આગોતરા આયોજન અંગે માહિતી આપતા રાહત કમિશનરશ્રીએ જણાવ્યું કે સંભવિત હીટવેવના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ પ્રોટોકોલ તરીકે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે, ઊર્જાવિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો ચાલુ રહે, પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરમીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવા, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવી, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે 45થી 47 ડિગ્રીથી તાપમાન વધી શકે છે
આ સિવાય, અન્ય વિભાગો દ્વારા પણ આવશ્યક પગલાં લેવાય તેમજ વિવિધ સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની તેમજ ખુલ્લામાં ન ઊભા રહેવું પડે એ માટે છાંયડાની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી હતી. બેઠકના પ્રારંભે હવામાન વિભાગના વડા મનોરમા મોહંતી દ્વારા માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવની મહત્તમ શક્યતાઓ અને અસરો અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાનને હીટવેવની અસર ગણવામાં આવે છે તેમજ તાપમાન 47 ડિગ્રીથી વધે, ત્યારે તેની ગંભીરતા ઓર વધી જાય છે.

આ અંગે બેઠકમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લાઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી આવશ્યક સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાહત કમિશનર હર્ષદ પટેલ, હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહન્તી, વિવિધ વિભાગના રાજ્યકક્ષાના નોડલ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ