બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / ADM Ketaki Vyas suspended in spy camera scandal at Anand Collectorate

આણંદ / સ્પાય કેમ ગર્લ ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી.પટેલ સસ્પેન્ડ, કરોડોની જમીનના વહીવટનો ખુલાસો કાર્યવાહી

Dinesh

Last Updated: 11:32 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ સ્પાય કેમેરકાંડમાં ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવી છે, સ્પાયકાંડની પૂછપરછમાં કરોડોની જમીન ઉપરાંતના વહીવટ થયાના ખુલાસા થયા છે

  • આણંદ કલેકટર કચેરીમાં સ્પાયકાંડને લઇને કાર્યવાહી
  • ADM કેતકી વ્યાસને કરાયા સસ્પેન્ડ
  • બાવળાનો એક પરિવાર કેતકી વ્યાસના કૌભાંડનો શિકાર બન્યો 


Anand News: આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ છે. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે 

ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ 
આણંદ કલેકટર કચેરીમાં સ્પાયકાંડને લઇને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે. સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીના સ્પાયકાંડમાં કેતકી વ્યાસ સંડોવાયેલ છે. સ્પાયકાંડની પૂછપરછમાં કરોડોની જમીન ઉપરાંતના વહીવટ બાબતના ખુલાસા થયા છે. કેતકી વ્યાસના કૌભાંડના પણ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યાં છે.

કેતકી વ્યાસનો વધુ એક વિવાદ
સ્પાયકાંડની આરોપી કેતકી વ્યાસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાવળાનો એક પરિવાર કેતકી વ્યાસના કૌભાંડનો શિકાર બન્યો હતો. પરિવારને ફસાવવા કેતકી વ્યાસે ખોટી ફરિયાદ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  મહેન્દ્રસિંહ ચૌહાણે ખોટા ઓર્ડર અંગે કેતકી વ્યાસ પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે. કેતકી વ્યાસે તેમની બદલીના દિવસે જ મારી વિરુદ્ધ ખોટી FIR નોંધાવી હતી તેમજ ફરિયાદમાં જે આરોપ લગાવ્યા છે તે તમામ પાયાવિહોણા છે તેમ મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું છે. 

કેતકી વ્યાસ

મહેન્દ્રસિંહ ચૌહાણના આક્ષેપ
મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, કેતકી વ્યાસે પોતાનો બચાવ કરવા માટે મારા પર ખોટી FIR કરી હતી તેમજ અરજદારે બાવળામાં નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવાની અરજી કરી હતી. અરજદારે મને ભલામણ કરતા હું અધિકારીને રજૂઆત કરવા ગયો હતો. રાજકીય હોદ્દેદાર હોવાથી એક અરજદારની રજૂઆત કરવા અધિકારી પાસે ગયો હતો.

2006માં નોંધાઈ હતી FIR
આ ઉપરાંત કેતકી વ્યાસ વિરુદ્ધ 2006માં પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ હતી, કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે બીસ્મિલ્લાખાન પઠાણ નામના વ્યક્તિને ગેરકાયદે 6 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા, આ મામલે પઠાણ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ કેતકી વ્યાસ સામે FIR થઈ હતી, આ મામલો હજુ કોર્ટમાં પડતર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ