બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Aditya L-1: A Big update on ISRO's solar mission, the vehicle will reach the L1 point on January 6.

Big update / Solar મિશનને લઇ સૌથી મોટી અપડેટ: જાણો ક્યારે આદિત્ય યાન L1 પોઇન્ટ પર ક્યારે પહોંચશે, ISROએ આપી જાણકારી

Pravin Joshi

Last Updated: 08:11 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોનું આદિત્ય એલ-1 જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ એલ-1 પોઈન્ટ પર પહોંચી જશે. આ માહિતી ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ દ્વારા આપવામાં આવી છે.

  • ISRO ના સોલર મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું 
  • ઈસરોના વડા એસ. સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી 
  • આદિત્ય L1 6 જાન્યુઆરીએ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સોલર મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈસરોના વડા એસ. સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી છે કે આદિત્ય L1 6 જાન્યુઆરીએ સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે. આ બિંદુએ પહોંચ્યા પછી આ અવકાશયાન કોઈપણ અવરોધ વિના સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરોનું આ મિશન આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

અંતરિક્ષમાંથી આવ્યા વધુ એક ગુડ ન્યુઝ: હવે Aditya L1 પહોંચ્યું સૂર્યથી વધારે  નજીક, ISRO ચીફે આપી સૌથી મોટી અપડેટ | solar mission aditya l1 spacecraft  nearing its final phase ...

IIT ટેકફેસ્ટમાં સોમનાથની જાહેરાત

IIT બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને ટેક્નોલોજી ઇવેન્ટ 'ટેકફેસ્ટ 2023' માં બોલતા સોમનાથે કહ્યું, આદિત્ય L1 6 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે લેગ્રેન્જ પોઈન્ટ પહોંચશે. અમે આદિત્ય L1ના એન્જિનને ખૂબ જ નિયંત્રિત રીતે ચલાવીશું જેથી કરીને તે 'હાલો ઓર્બિટ' નામની ભ્રમણકક્ષામાં પ્રવેશી શકે. 'લેગ્રેન્જ પોઈન્ટ' એ એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ તટસ્થ બની જશે.

વાંચવા જેવું :  AdityaL1 / ભારત હવે સૂર્યના રહસ્યોનો પર્દાફાશ કરશે, ભારતના આદિત્ય-એલ 1 સિવાય આ 5 મિશન હાલમાં કરી રહ્યા છે સૂર્યનું નિરીક્ષણ

આદિત્ય L1 મિશને ફરી આપી મોટી ખુશખબરી, ISROએ શેર કરી લાખો કિમી દૂરથી આવેલી  અતિ મહત્વની માહિતી/ isro solar mission aditya l1 landmark starts studying  solar winds

તમામ પેલોડ્સ સારી રીતે કામ કરી રહ્યા છે : સોમનાથ

સોમનાથે કહ્યું કે ગુરુત્વાકર્ષણને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવું શક્ય નથી. કારણ કે ચંદ્ર, મંગળ, શુક્ર જેવા અન્ય ગ્રહ પણ છે. તેમણે કહ્યું કે તમામ છ પેલોડ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેઓ 'સારી રીતે કામ કરી રહ્યા છે.' તેમણે કહ્યું કે દરેક પાસેથી ખૂબ જ સારી માહિતી મળી રહી છે.

દેશની સ્પેસ એજન્સી પર દરરોજ 100 સાયબર અટેક થાય છે: ISROના અધ્યક્ષ એસ  સોમનાથે કહ્યું 'અદ્યતન ટેક્નોલોજીને વરદાન અને ખતરો' | 100 cyber attacks per  day on country's ...

પ્રજ્ઞાન રોવર હંમેશ માટે સૂઈ ગયું : સોમનાથ

ઈસરોના ચંદ્રયાન-3 અંગે સોમનાથે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે ડેટા એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રની સપાટી પર ઉતર્યાના 14 દિવસ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કાયમ માટે સૂઈ ગયું. તેણે કહ્યું. કમનસીબે, અમે આશા રાખતા હતા કે તે જાગી જશે, પરંતુ તે થયું નહીં. જ્યારે અમે અમારી લેબોરેટરીમાં આખી સિસ્ટમનું પરીક્ષણ કર્યું ત્યારે તે કામ કરી રહી હતી. સોમનાથે કહ્યું કે લેબોરેટરીમાં કામ કરતી કેટલીક સિસ્ટમ્સ રેડિયેશન જેવા વિવિધ કારણોસર ચંદ્રની સપાટી પર કામ કરી શકતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ