બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / adar poonawalla appeal to govt to reduce vaccine dose and precautions dose propose 6 month gap

મોટું નિવેદન / શું હવેથી વેક્સિનના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનું અંતર ઘટી જશે? અદાર પૂનાવાલાએ કહી આ મોટી વાત

Dhruv

Last Updated: 04:16 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIIના CEO અદાર પુનાવાલાએ કહ્યું કે, 'હવેથી બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનું અંતર 6 મહિના સુધીનું કરી દેવું જોઈએ.'

  • બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના અંતરમાં કરો ઘટાડો : અદાર પુનાવાલા
  • સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરશે
  • 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝ શરૂ

SII ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, 'બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.' દેશમાં ધીરે-ધીરે કોરોનાથી રાહત મળી રહી છે કારણ કે, છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી કોરોનાના કેસો દેશમાં સતત ઘટી રહ્યાં છે. દરમિયાન હવે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ પણ શરૂ થઇ ગયો છે. જે હવેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને પણ મળશે. પરંતુ હાલમાં બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનો તફાવત છે જેને ઘટાડવા ખુદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો છે.

સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું

હકીકતમાં, સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે કોરોનાનો બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકો છો. એટલે કે જાન્યુઆરી 2022 માં બીજો ડોઝ મળ્યો હોય તેણે બૂસ્ટર ડોઝ માટે નવેમ્બર 2022 સુધી રાહ જોવી પડશે. આ અંગે SII ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, 'બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.' તેઓએ કહ્યું કે, "અત્યારે કોવિડ રસીકરણની ગતિ ધીમી પડી ગઈ છે. કારણ કે અમને એક નિયમ મળ્યો છે કે તમારે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિના રાહ જોવી પડશે. અમે સરકારને અપીલ કરી છે કે તેને બીજા 6 મહિના સુધી કેવી રીતે ઘટાડી શકાય. અમે 6 મહિનાના અંતરની દરખાસ્ત કરીશું."

સરકારે આપી હતી મંજૂરી

જણાવી દઈએ કે, પહેલા માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના અને બીમારીઓથી પીડિત લોકોને જ કોરોનાનો ત્રીજો ડોઝ આપવામાં આવતો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે, હવે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને  કોરોનાનો બૂસ્ટર ડોઝ અપાશે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ત્રીજો ડોઝ બીજો ડોઝ લગાવ્યાના 9 મહિના બાદ જ આપવો જોઈએ. સરકારે કહ્યું કે, લોકો ખાનગી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રોમાંથી બૂસ્ટર ડોઝ લાગુ કરી શકે છે. હાલમાં, 18થી 59 વર્ષના લોકોએ ત્રીજા ડોઝ માટે પૈસા આપવાના રહેશે.

જેવી સરકારે બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી કે તુરંત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટ દ્વારા રસીની નવી કિંમતોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હવે કોવિશિલ્ડ ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયાને બદલે 225 રૂપિયા પ્રતિ ડોઝ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ