બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Academic, non-academic staff of state-granted schools without pay

ગાંધીનગર / ગુજરાતનો શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ પગારથી વંચિત, 11મો દિવસ થવા છતાં સેલરી હાથમાં ન આવતા કર્મીઓમાં રોષ

Malay

Last Updated: 09:18 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ પગારથી વંચિત છે. માર્ચ મહિનાના 11 દિવસ બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

  • શૈક્ષણિક સ્ટાફ પગારથી વંચિત
  • બિન શૈક્ષણિક સ્ટાફને પણ પગાર નહીં
  • 50 હજાર જેટલા કર્મીઓમાં રોષ

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને હજુ સુધી ગયા મહિનાનો પગાર મળ્યો ન હોવાની વિગતો સામે આવી છે. આ અંગે વહીવટી સ્ટાફ ફેડરેશનના પ્રમુખ યોગેશ મિશ્રાએ ગ્રાન્ટની ફાળવણી થઈ ન હોવાના લીધે પગાર થયો ન હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે માર્ચ મહિનાના 11 દિવસ થઈ ગયા હોવા છતાં પણ સ્કૂલોના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફને પગાર મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

11 તારીખ થઈ છતાં કર્મચારીઓને નથી મળ્યો પગાર
મળતી માહિતી અનુસાર, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને કર્મચારીઓને પગાર છેલ્લા 10 વર્ષથી દર મહિનાની 3 તારીખે કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે 11 તારીખ થઈ છતાં હજુ સુધી પગાર મળ્યો ન હોવાની વિગતો સામે આવી છે. ચાલુ માસમાં હોળી- ધુળેટીનો તહેવાર હોવા છતાં પગાર ન થવાના લીધે કર્મચારીઓ તહેવારની પણ યોગ્ય રીતે ઉજવણી કરી શક્યા નથી.  

સમયસર પગાર ન થતાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 90 ટકા કર્મચારીઓએ વિવિધ પ્રકારની લોન લીધેલી છે, જેમાં હાઉસીંગ લોન, પર્સનલ લોન તથા વ્હીકલ લોન જેવી લોનનો સમાવેશ થાય છે. જેના હપ્તા પણ 1થી 10 તારીખની અંદર જ કપાતા હોય છે, ત્યારે આ વખતે તેઓનો સમયસર પગાર ન થતાં તેઓને મુસીબતમાં મુકાયા છે. 

ગ્રાન્ટની ફાળવણી ન થઈ હોવાથી પગાર થયો નથીઃ યોગેશ મિશ્રા
આ અંગે વહીવટી સ્ટાફ ફેડરેશનના પ્રમુખ યોગેશ મિશ્રાએ જણાવ્યું કે, દર મહિને 3 તારીખે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને કર્મચારીઓને પગાર મળી જતો હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી પગાર મળ્યો નથી. ગ્રાન્ટની ફાળવણી થઈ ન હોવાના લીધે પગાર થયો ન હોવાથી 50 હજાર જેટલા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

દર માસની ત્રીજી તારીખે કરવામાં આવે છે પગાર
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં આ પહેલી વાર હશે કે ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓને પગાર સમયસર થયો નથી. છેલ્લા 10 વર્ષથી રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પગાર દર મહિનાની 3 તારીખે કરી દેવામાં આવતો હોય છે. જોકે, આ વખતે તહેવાર હોવા છતાં હજુ સુધી પગાર થયો નથી.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ