બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / AAP and Congress leaders will join BJP Gujarat Assembly elections 2022

ગુજરાત / ચૂંટણી પહેલા તોડજોડ: AAP અને કોંગ્રેસના કેટલાક નેતાઓ CR પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે

Hiren

Last Updated: 01:23 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે. તમામ રાજકીય પક્ષો સક્રીય થઇ ચૂક્યા છે, ત્યારે તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ ચૂકી છે.

  • વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ
  • AAP અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાશે
  • મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જોડાશે ભાજપમાં

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે.  ગુજરાતમાં હવે જે રીતે માહોલ પૈદા થઈ રહ્યો છે. જે રીતે દરેક રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે. તેને જોતા એવા સંકેત મળી રહ્યા છે કે, ગુજરાતમાં ખુબ વહેલા ચૂંટણી આવી રહી છે. ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે તેવા સંકેત છે. આ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે.

AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપ જોડાશે

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છું. AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપમાં સમાવવાની વાતને AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે AAPના તરછોડાયેલા બે ચાર લોકો ભાજપમાં જોડાયા છે. 1500 જેટલા AAP કાર્યકરો જોડાયા આ વાત તદન ખોટી છે.

50થી વધુ બેઠકો જીતી શકે છે AAP: ગોપાલ ઈટાલિયા

બીજી તરફ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવ્યા બાદ હવે AAP ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા,  વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને AAP દ્વારા મહત્વનો દાવો કરવામાં આવ્યો.

ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ  પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો. તો સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ.  ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને અને બેરોજગારી દૂર થાય  અને લોકોને મિનિમમ વેતન પુરતુ મળી રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ