બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / AamirKhan, celebrating, birthday, March14, celebratedbirthday, KiranRao

મનોરંજન / આમિર ખાને 59માં બર્થ ડે પર ચાહકો પાસે માંગી અનોખી ગિફ્ટ, કહ્યું આટલું જરૂર કરજો

Pravin Joshi

Last Updated: 05:34 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાન 14 માર્ચે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન, 'લાપતા લેડીઝ' ની આખી ટીમ તેની સાથે જોવા મળી હતી.

આમિર ખાન 59 વર્ષનો થઈ ગયો છે.તેણે 14 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. આમિર ખાને તેનો જન્મદિવસ તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'ની આખી ટીમ સાથે ઉજવ્યો. આ દરમિયાન કેટલાક મીડિયાકર્મીઓ પણ જોવા મળ્યા હતા. સેલિબ્રેશનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે મીડિયા સાથે વાત કરતા પણ જોવા મળે છે. તેણે લાપતા લેડીઝ વિશે લાંબી વાત કરી અને કહ્યું કે જો તમારે તેમને ગિફ્ટ આપવી હોય તો ફિલ્મની ટિકિટ ખરીદો. આમિર ખાને કેક કાપી અને કિરણ રાવને ખવડાવી. આ પછી તેણે કહ્યું, આજે મારો જન્મદિવસ છે. ‘લાપતા લેડીઝ’ થિયેટરોમાં આવી ગઈ છે. મને આશા છે કે તમે ચોક્કસ જઈને ફિલ્મ જોશો. જો મને કોઈ ભેટ આપવી હોય તો આ ફિલ્મની ટિકિટ ખરીદો. આ મારા માટે એક મહાન ભેટ હશે. હું આપ સૌનો આભાર માનું છું. તમે ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો. 

ફિલ્મમાં બધુ જ સકારાત્મક છે

આ સાથે આમિર ખાન ભાવુક થઈ ગયો અને કહ્યું, દર વર્ષે મારો જન્મદિવસ ઉજવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વર્ષે હું કિરણ જી અને 'લપતા લેડીઝ'ની ટીમ સાથે ઉજવણી કરી રહ્યો છું. તેણે આમિર ખાન પ્રોડક્શન હાઉસ માટે આટલી સુંદર ફિલ્મ બનાવી છે. અમારું પ્રોડક્શન હાઉસ વર્ષ 2001માં 'લગાન'થી શરૂ થયું અને 23 વર્ષથી કામ કરી રહ્યું છે. ‘લાપતા લેડીઝ’ એક એવી ફિલ્મ છે જેનું આપણને સૌથી વધુ ગર્વ છે. આ એક માનવ સ્વભાવ, લાગણી અને ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં બધુ જ સકારાત્મક છે. કિરણ જી, આવી અદ્ભુત ફિલ્મ બનાવવા બદલ તમારો આભાર.”

એક સમય એવો હતો કે આમિર પોતે ઑટોમાં જઈને ફિલ્મના પોસ્ટર ચોંટાડતા હતા,  રીક્ષાવાળા જોઈને જ ભાગી જતા હતા | aamir khan birthday aamir khan used to  paste his film poster on

વધુ વાંચો : બનવું છે બિગ બીના પડોશી? તો તૈયાર થઇ જાઓ, 'જલસા'ની બાજુના જ બંગલાની થશે હરાજી, જાણો કિંમત

આમિર ખાન વર્કફ્રન્ટ

આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'લાપતા લેડીઝ' પછી તેની ફિલ્મ 'સિતારે જમીન પર' આવશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર જેનેલિયા ડિસોઝાને ફીમેલ લીડ રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ