હાલમાં જ UIDAIએ વૉટ્સએપ અને ઈમેઈલનાં માધ્યમોથી આધારનાં દસ્તાવેજો ઓનલાઈન શેર કરવા બાબતે લોકોને ચેતવણી આપી છે.
આધાર સ્કેમને લઈને UIDAIની ચેતવણી
ટ્વીટ કરીને લોકોને આપી જાગૃતિ
આધારનાં દસ્તાવેજો ઓનલાઈન શેર કરવા બાબતે ચેતવણી
Aadhaar Scam: આધારકાર્ડ એ દરેક ભારતીય નાગરિક માટે અગત્યનું ડોક્યુમેંટ છે. આધાર બનાવતી સંસ્થા UIDAI સોશિયલ મીડિયા પર આધાર સંબંધિત સ્કેમ અંગે યૂઝર્સને સતત ચેતવણી આપતું રહે છે. હાલમાં જ સરકારે વૉટ્સએપ અને ઈમેઈલનાં માધ્યમોથી આધારનાં દસ્તાવેજો ઓનલાઈન શેર કરવા બાબતે લોકોને ચેતવણી આપતો મેસેજ આપ્યો હતો.
સરકાર ઈમેઈલ કે વૉટ્સએપ પર નથી કરતી મેસેજ
ટ્વીટર X પર UIDAIએ પોતાની હાલની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે સરકાર આધાર અપડેટ માટે ક્યારેય પણ ઈમેઈલ કે વૉટ્સએપનાં માધ્યમથી POI Proof of Identity એટલે કે ઓળખનો પુરાવો કે POA Proof of Address એટલે કે સરનામાનાં પુરાવા અંગેનાં દસ્તાવેજોની માંગ કરતી નથી.
સ્કેમને લઈને આપી ચેતવણી
UIDAIએ ટ્વીટ કરકાં લખ્યું કે,' #BewareOfFraudsters. UIDAI ક્યારેય પણ તમારી પાસે તમારા #Aadhaar ને અપડેટ કરવા માટે વૉટ્સએપ કે ઈમેઈલ પર દસ્તાવેજો જોડવા માટે નથી કહેતી. તમારા આધારને #MyAadhaarPortal નાં માધ્યમથી ઓનલાઈન અથવા તો નજીકી આધાર કેન્દ્રો પર જ અપડેટ કરવું.'
વધી રહ્યાં છે Adhaar Scam
ઠગીઓ લોકોને પોતાની વાતોમાં ભેળવીને તેમના આધારકાર્ડ નંબરની ડિટેલ્સ મેળવી લેતાં હોય છે. આ માહિતીનો ઠગીઓ દુરુપયોગ કરતાં હોય છે. આ બધાં સ્કેમ્સથી લોકોને ચેતવવા માટે UIDAI અને RBI સતત લોકોને જાગૃત થવા માટે કહેતી હોય છે.