બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A young man who was enjoying boating in kayaking drowned in Sabarmati

અમદાવાદ / બેલેન્સ બગડ્યું અને કાયાકિંગમાં બોટિંગની મજા માણતો યુવક સાબરમતીમાં ડૂબ્યો, રેસ્ક્યુ ટીમે બચાવ્યો જીવ, જુઓ VIDEO

Priyakant

Last Updated: 03:06 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: કાયા કિંગમાં વોટર સ્પોર્ટ્સ કરતી વખતે  બેલેન્સ બગડતા યુવક નદીમાં પડ્યા બાદ અચાનક બોટ પલટી ગઈ અને.....

  • અમદાવાદમાં સાબરમતી નદીમાં બોટ પલટી
  • કાયા કિંગમાં બોટિંગ દરમિયાન બોટ પલટી
  • બોટમાં સવાર યુવકનું રેસ્ક્યૂ કરાયું
  • બચાવાયેલા યુવકના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ
  • બોટ સવાર યુવકે લાઈવ જેકેટ પહેરેલું હોવાથી જાનહાનિ ટળી

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં કાયા કિંગમાં બોટિંગ દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ સાબરમતી નદીમાં રિવરફ્રન્ટમાં એક યુવક નદીમાં પડી ગયો હતો. આ તરફ ઘટના અંગે જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કરી યુવકને બચાવી લીધો હતો.  

અમદાવાદમાં સાબરમતી નદીમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે બપોરના સમયે કાયા કિંગમાં વોટર સ્પોર્ટ્સ કરતી વખતે  બેલેન્સ બગડતા યુવક નદીમાં પડ્યા બાદ અચાનક બોટ પલટી ગઈ હતી. જોકે અહીં રાહતની વાત તો એ છે કે, બોટ સવાર યુવકે લાઈવ જેકેટ પહેરેલું હતું. આ તરફ રેસ્ક્યૂ ટીમ દ્વારા યુવકને તાત્કાલિક બચાવી લેવાયો હતો. 
 
1 એપ્રિલથી જ શરૂ કરાઇ છે કાયાકિંગ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી 
વાત જાણે એમ છે કે, હજી 1 એપ્રિલથી જ અમદાવાદની સાબરમતી નદીમાં સરદાર બ્રિજથી લઈ આંબેડકર બ્રિજની વચ્ચે કાયાકિંગ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બપોરે 12 વાગ્યા આસપાસ એક વ્યક્તિ કાયાકિંગ બોટમાં બેઠા હતા. આ તરફ થોડે દૂર ગયા બાદ એ વ્યક્તિનું બેલેન્સ બગડી ગયું અને તેઓ નદીમાં પડ્યા હતા.

લાઈફ જેકેટ પહેર્યું હોઇ રાહત 
અમદાવાદમાં સાબરમતી નદીમાં બોટ પલટી જવાની ઘટનામાં યુવકે લાઈફજેકેટ પહેર્યું હોઇ તેમનો જીવ બચી ગયો હતો. આ તરફ એજન્સીના માણસોએ તાત્કાલિક રેસ્ક્યૂ કરી યુવકને બચાવી લીધો હતો. જે બાદમાં આ યુવકને નદીમાંથી બહાર નિકાળી અન્ય બોટમાં બેસાડ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યૂનો વિડીયો પણ સામે આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ