બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / A veteran leader of Gujarat Congress demanded a major change in the organization from the high command

નવો ચીલો ચીતર્યો..! / ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ હાઈકમાન્ડને સંગઠનમાં મોટા ફેરફારની કરી માંગ, રાહુલ ગાંધીની કરાવી એન્ટ્રી

Kishor

Last Updated: 07:07 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં તૃટીઓ અને ટાંટિયાખેંચની રાવ અનેક વખત ઉઠી છે ત્યારે હવે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાએ હાઈકમાન્ડને સંગઠનમાં મોટા ફેરફાર કરવાની માંગ ઉઠાવતા ચર્ચા જાગી છે.

  • ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની નિમણૂકને લઈ મનહર પટેલની રજૂઆત
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને કરી રજૂઆત
  • અધ્યક્ષની નિમુણૂક પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવે : મનહર પટેલ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બદલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ફરીવાર આ મુદ્દો ગાજયો છે. જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂકની વાત કરીએ મનહર પટેલ દ્વારા મલ્લિકાર્જૂન ખડગેને રજૂઆત કરવામાં આવી છે. અને અધ્યક્ષની નિમુણૂક પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે. 
 

રજુઆતમાં કહ્યું કે...
વધુમાં રજુઆતમાં એમ પણ ઉલ્લેખનીય કરાયો છે કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની ટીમથી નારાજ છે. મહત્વનું છે કે છેલ્લી જેટલી પણ ચૂંટણી આવી હતી તે તમામ ચૂંટણીમાં કોંગ્રેસને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. તેમજ વિધાનસભાની ચૂટણીની વાત કરીએ તો તેમાં પણ હાથના ટેરવે ગણી શકાય તેટલી બેઠક કોંગ્રેસ પાર્ટીને માંડ આવી છે. આ તમામ પરીણામોને જોતા રાહુલ ગાંધી પણ ગુજરાત કોંગ્રેસની ટીમથી નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે. વૈચારિક પ્રતિબંદ્ધતાના અભાવને પગલે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જણાવ્યું છે.


કોંગ્રેસ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાના મૂડમાં

કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાના મૂડમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યું છે. ચૂંટણીમાં હાર બાદ હાઇકમાન્ડ એક્શનમાં તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે.  વિપક્ષ નેતા OBC બનતા કોંગ્રેસ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પરેશ ધાનાણીને પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ