બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / A teacher of Sadhana Niketan School in Punagam Surat beat up a 3 and a half year old girl

ક્રુરતા / સુરતની સાધના નિકેતન સ્કૂલમાં 3 વર્ષની માસૂમને શિક્ષિકાએ મારી 35 ઝાપટ, પ્રિન્સિપાલે કહ્યું 'અમે ના કહી છે છતાં...'

Malay

Last Updated: 02:50 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના પુણાગામની સાધના નિકેતન સ્કૂલની શિક્ષિકાએ સાડા 3 વર્ષની બાળકીને ક્રૂરતાપૂર્વક માર્યો માર, વાલીએ બાળકીના કપડા બદલતી વખતે શરીર પરના નિશાન વિશે પૂછતા સમગ્ર મામલો આવ્યો બહાર.

 

  • સાડા 3 વર્ષની બાળકીને મરાયો માર 
  • સાધના નિકેતન સ્કૂલની શિક્ષિકાએ બાળકીને માર્યો માર 
  • માસૂમ બાળકી જૂનિયર KGમાં કરે છે અભ્યાસ 
  • બાળકીને પૂછતા સમગ્ર મામલો આવ્યો બહાર 

Surat News: સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા છે. 


 
 

બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો
મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારના કારગીલ ચોકમાં આવેલી સાધના નિકેતન સ્કૂલમાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતી માસુમ સાડા 3 વર્ષની બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. શિક્ષિકાએ એક બાદ એક એમ કુલ 35 જેટલાં ધબ્બા બાળકીને માર્યા હતા. જે બાદ બાળકીના ઘરે ગયા પછી કપડા બદલતી વખતે શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. જેથી વાલીએ બાળકીને નિશાન વિશે પૂછતા બાળકીને સમગ્ર હકીકત જણાવી હતી. 

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
જે બાદ બાળકીના વાલી લાલઘુમ થઈ ગયા હતા અને સીધા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સ્કૂલે પહોંચ્યા બાદ પ્રિન્સિપાલને આ ઘટના વિશે જણાવી હતી. શિક્ષિકાએ બાળકીને એટલો જોરથી માર માર્યો કે બાળકીના શરીર પર નિશાન પડ્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિક્ષિકા બાળકીને ક્રૂરતાપૂર્વક માર મારી રહી છે.

હું હવે કેસ કરીશઃ બાળકીના પિતા
બાળકીના પિતાએ જણાવ્યું કે, 'સમગ્ર બાબતની જાણ થતાં હું પ્રિન્સિપાલને મળ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ભણાવો છો કે આવી રીતનો માર મારો છો. જે બાદ અમે સીસીટીવી ચેક કરતા મારી બાળકીને 35 ઝાંપટ મારી હોવાનું સામે આવ્યું, મારી દીકરીને લોહી બહાર આવી ગયું તો પણ મેડમ મારતા રહ્યા. હું એમની ઉપર કેસ કરવાનો છું.'

શિક્ષિકાને શાળામાંથી સસ્પેન્ડ કરાયા
માતા-પિતાએ આ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક સાધી શિક્ષિકા સામે કાર્યવાહીની માંગ કરી હતી. સમગ્ર મામલે વિવાદ વકરતા સ્કૂલમાંથી શિક્ષિકાને સસ્પેન્ડ કરાયા છે. આ ઘટનાની જાણ શિક્ષણ મંત્રીને થતાં તેઓએ પણ તપાસના આદેશ આપ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ