બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A phone call came.. '350 grams of drugs have been found in your parcel', four lakhs were extorted from the girl in this way

ઠગાઈ / ફોન કોલ આવ્યો.. ‘તમારા પાર્સલમાંથી 350 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે’, જોતજોતાંમાં આવી રીતે યુવતી પાસેથી ચાર લાખ ખંખેર્યા

Vishal Khamar

Last Updated: 04:20 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ બોપલમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતીને ‘તમારા પાર્સલમાંથી ૩૫૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે’ તેમ કહીને નાર્કોટિક્સ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ઠગબાજોએ ચાર લાખ રૂપિયા પડાવી લીધા છે. યુવતીનું કુરિયર ન હોવા છતાં ઠગબાજોએ તેને જાળમાં ફસાવી હતી.

  • ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને ઠગબાજોએ ખોટી ઓળખ આપી ફસાવી 
  • ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ઠગબાજોએ ચાર લાખ રૂપિયા પડાવ્યા
  • યુવતીએ ઠગબાજો વિરૂદ્ધ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

 સાઉથ બોપલમાં રહેતી અને પ્રહ્લાદનગર ખાતે એક સ્ટુડિયોમાં ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે નોકરી કરતી હિના દોશીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તારીખ ૨૬-૦૧-૨૦૨૩ના રોજ હિના તેના ઘરે હાજર હતી. ત્યારે સવારના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. 
ફોન કરનારે હિનાને કહ્યું હતું કે હું મુંબઈ અંધેરી ઇસ્ટ ફેડેક્સ પાર્સલ સર્વિસમાંથી બોલું છું. તેણે વધુમાં કહ્યું હતું કે અમને તમારા થકી મુંબઈથી તાઇવાન મોકલાવેલ કુરિયરમાં કપડાં, પાસપોર્ટમાં પાંચ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સહિત ૩૫૦ ગ્રામ ડ્રગ્સ અને અગત્યના ગેરકાયદે ડોક્યુમેન્ટ મળી આવેલ  છે. પાર્સલ કેન્સલ કરવામાં આવે છે. આથી હિનાએ ફોન કરનાર ગઠિયાને કહ્યું હતું કે આવું કોઈ પાર્સલ કુરિયરથી મોકલાવ્યું નથી. આથી ગઠિયાએ હિનાને પોલીસ ઈન્કવાયરી વિભાગને ફોન કનેક્ટ કરી આપું છું તેમ કહીને અન્ય શખ્સ સાથે વાત કરાવી હતી.

ફાઈલ ફોટો

નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું તેમ કહીને કોઈએ વાતચીત કરીઃ યુવતિ

અન્ય શખ્સે હિનાને કહ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું તમારા પર ક્રાઇમ બ્રાન્ચનો કેસ છે. જેથી તમે મુંબઈ આવી જાઓ અથવા તમને વોટ્સઅપ કોલ આવે તેમાં કુરિયર બાબતે વેરિફાઈ કરાવી લો. થોડી વારે હિના સાથે પર નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું તેમ કહીને કોઈએ વાતચીત કરી હતી.

યુવતિએ ઠગબાજોને ટુકડે ટુકડે ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા
ગઠિયાએ હિનાને કહ્યું હતું કે તમે આવું કેટલા સમયથી કરો છો તમે કેટલાં બેન્ક એકાઉન્ટ વાપરો છો તેની માહિતી મોકલો. તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તેની વિગત અમને મોકલી આપો. અમારે રૂપિયા ચેક કરવા પડશે તે બ્લેકના છે કે કેમ? આથી હિનાએ ટુકડે ટુકડે ચાર લાખ રૂપિયા ઠગબાજોને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ઠગબાજો વધુ રૂપિયા માગતા હોવાથી તેણે ફોન કાપી નાખ્યો હતો.   
હિના સાથે ઠગાઈ થઇ હોવાથી તેણે તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનમાં જઈને ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ