A Khalistani Sikh in London barges into a Gujarati's house and threatens to kill him
SHORT & SIMPLE /
VIDEO: 'ગુજરાતમાં આવીને મારીશું...', ખાલિસ્તાનીએ ઝંડો લઈને આપી ધમકી, વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ
Team VTV12:21 PM, 23 Mar 23
| Updated: 12:26 PM, 23 Mar 23
લંડનમાં ખાલિસ્તાની સમર્થકે ગુજરાતીને ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખાલિસ્તાની સમર્થકે ગુજરાતી સાથે કર્યો દુર્વ્યવહાર
ઘરમાં ઘુસીને મારવાની આપી ધમકી
બાદમાં ગુજરાતીને ફેંક્યો પડકાર
પંજાબમાં ખાલિસ્તાનીઓની કમર તોડવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કડક કાર્યવાહીના કારણે ભડકી ઉઠેલા ખાલિસ્તાની સમર્થકો લંડન, અમેરિકા જેવા વિદેશોમાં ભારતનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથમાં ખાલિસ્તાનનો ઝંડો પકડીને એક વ્યક્તિ ગુજરાતીઓ અને ગુજરાતને ધમકી આપી રહ્યો છે
ગુજરાતીને આપી ધમકી
ગુજરાતીને ધમકી આપતા તે કહી રહ્યો છે કે, “ગુજરાતીઓ ધ્યાનથી સાંભળજો. ભાગી જાઓ, નહીં તો હું તમને થપ્પડ મારીશ. તમારા ગૌમૂત્ર પીનારા સમુદાયે ઘણું નાટક રચ્યું છે. દરેક ગુજરાતીને કહું છું, જો યુદ્ધ શરૂ થશે તો ગુજરાતમાં ઘુસીને લડીશું, ઘરની અંદર ઘુસીને મારીશું. હવે જાઓ અને ગૌમૂત્ર પીઓ. બાદમાં તેણે ગુજરાતીને પડકાર ફેંક્યો હતો કે કરી લે જે કરવું હોય એ.''
વીડિયોમાં ધમકી આપના શખ્સની ઓળખ દલ ખાલસા યુકેના સભ્ય ગુરચરણ સિંહ તરીકે થઈ છે. તે ખાલિસ્તાન તરફી સંગઠનનો સક્રિય સભ્ય છે અને અવારનવાર ભારતનો વિરોધ કરતા જોવા મળે છે.