બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / A hungry young man molested a girl playing in the field, ran away from Bumaboom, a heart-pounding incident happened in Jodia.

જામનગર / હવસના ભૂખ્યા યુવકે ખેતરમાં રમતી બાળકી પર આચર્યું દુષ્કર્મ,બુમાબુમ કરતાં નરાધમ ભાગ્યો, જોડિયામાં બની હ્રદય કંપાવનારી ઘટના

Last Updated: 11:33 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરનાં જોડિયામાં બાળકી ખેતરમાં રમતી હતી. તે દરમ્યાન તેની એકલતાનો લાભ લઈ યુવકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

  • જામનગરના જોડિયામાં બાળકી પર યુવકે આચાર્યુ દુષ્કર્મ
  • બાળકી ખેતરમાં રમતી હતી તે દરમ્યાન યુવકે દુષ્કર્મ આચાર્યુ 
  • એકલતાનો લાભ ઉઠાવી યુવકે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

જામનગરનાં જોડિયામાં બાળકી તેનાં પિતા સાથે ખેતરે ગઈ હતી. ત્યારે બાળકીનાં પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા અને બાળકી રમી રહી હતી. તે દરમ્યાન બાળકીની એકલતાનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી. બાળકીએ બુમાબુમ કરતા ખેતરમાં કામ કરતા બાળકીનાં પિતા દોડી આવતા આરોપી ફરાર થઈ ગયો હતો. 

ડી.પી.વાઘેલા (DySP)

પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આ બાબતે જામનગર  DySP ડી.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે,  ગત રોજ જામનગરનાં જોડિયા પોલીસ મથક ખાતે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો.  જે અનુસંધાને ગુનો દાખલ થયો હતો. ત્યારે આરોપી અશ્વિન જયંતીલાલ ગોહિલે બાળકી પાસે જઈ બાળકીને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાળકીનાં પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Jodia village arrest jamnagar rape જામનગર જોડિયા ગામ ધરપકડ SHORT AND SIMPLE
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ