બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A Holi has come.. Goberstick is prepared by the Goshala managers, understand the 2 purposes of doing this and pat yourself on the back.

રાજકોટ / એક હોળી આવી પણ..ગૌશાળા સંચાલકો દ્વારા ગોબરસ્ટિક કરાઇ તૈયાર, આમ કરવાના 2 હેતુ સમજી પીઠ થાબડશો

Vishal Khamar

Last Updated: 11:16 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અભિયાન હાથ ધરાયું છે. 300થી વધુ આયોજકો ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરશે. આ અભિયાન માટે 400 ટન કરતા પણ વધુ ગોબરસ્ટિક તૈયાર કરવામાં આવી છે.

  • વૈદિક હોળીનું અનોખું અભિયાન
  • ગૌશાળા સંચાલકો દ્વારા ગોબરસ્ટિક કરી તૈયાર
  • પર્યાવરણની જાળવણીને લઇ અભિયાન 

શહેરનાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માટે 400 ટન કરતા પણ વધુ ગોબરસ્ટિક તૈયાર કરવામાં આવી છે. અને હોલિકા દહન કરતા 300 થી વધુ આયોજકો આ ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરી હોળીનાં તહેવારની અનોખી ઉજવણી કરશે. હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વૈદિક હોળી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. અને હવે ચોથા વર્ષે પણ વૈદિક હોળી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રથમ વર્ષે શરૂઆતમાં 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી જે બાદ બીજા વર્ષે 70 ટન, ત્રીજા વર્ષે 90 ટન અને આ વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી છે. આ ગોબરસ્ટિક બનાવવા માટે છેલ્લા એકાદ મહિનાથી તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં જુદી-જુદી ગૌશાળા દ્વારા ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કરી સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નિકળે છે
વૈદિક હોળીનાં ફાયદાઓ અંગે જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય રીતે જે ગાય દૂધ નથી આપતી. તેનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી. ત્યારે આવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નિકળે છે. જેને લઈ આવી ગાયોને ખોરાક મેળવવા માટે ભટકવું પડતું નથી ગોબરસ્ટિકનું વિતરણ રાજકોટ ઉપરાંત નડિયાદ, વડોદરા અમદાવાદ અને જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ