બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / A high-level meeting held at Rajkot under the chairmanship of CM, reviewed various issues from PM Modi's program

બેઠક / CMની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક, PM મોદીના કાર્યક્રમથી લઇને વિવિધ મુદ્દાઓની કરાઇ સમીક્ષા

Vishal Khamar

Last Updated: 06:24 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૭ જુલાઈએ રાજકોટની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન  ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર એરપોર્ટની ભેટ આપશે.

  • વડાપ્રધાન 27 જુલાઈનાં રોજ આવશે ગુજરાત
  • સૌરાષ્ટ્રવાસીઓને હિરાસર એરપોર્ટની ભેટ આપશે
  • વડાપ્રધાનનાં કાર્યક્રમનાં આયોજન સંદર્ભે યોજાઈ બેઠક

 

કાર્યક્રમ સંદર્ભે રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર  અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના  હસ્તે થનારા લોકાર્પણ અને અન્ય કાર્યક્રમો તેમજ જાહેર સભા અંગેના આયોજનની પણ આ  સમીક્ષા બેઠકમાં ઝીણવટપૂર્વક વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વડાપ્રધાને સૌરાષ્ટ્રને AIIMS અને ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ બે મોટી ભેટ આપીઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ અને સૌરાષ્ટ્રને AIIMS અને આ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ બે મોટી ભેટ આપી છે. એટલું જ નહિ આ ઇન્ટર નેશનલ એરપોર્ટને પરિણામે રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે વિશ્વ સાથે વેપાર-વાણિજ્યની નવી દિશા ખોલવાનું છે.

આ બે ભેટ આપનાર વડાપ્રધાનના  સ્વાગત અને સત્કાર માટે સૌરાષ્ટ્રના લોકો ભારે ઉત્સુક છે. આ સંદર્ભમાં  મુખ્યમંત્રીએ સાંસદઓ, ધારાસભ્યો,પદાધિકારીઓ અને સંગઠન પાંખ સૌ સાથે મળી સમગ્ર કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવે તેનું માર્ગદર્શન આપ્યું હતું.

ટ્રાફિક નિયમન તેમજ વરસાદની સ્થિતિ ઉભી થાય તો સલામતી તેમજ સાવચેતીનાં ઉપાયોની સમીક્ષા કરી
મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થતા પહેલા તેમણે વડાપ્રધાનના  તારીખ ૨૭ જુલાઈના કાર્યક્રમોનાં  આયોજનની આખરી  તૈયારીઓની સમીક્ષા આ  બેઠકમાં કરી હતી.  તેમણે  કાર્યક્રમ સ્થળોની સુરક્ષા સલામતિ, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને જો વરસાદની સ્થિતિ ઉભી થાય તો તે સામેના સલામતી સાવચેતીના ઉપાયોની  પણ સર્વગ્રાહી  સમીક્ષા હાથ ધરી હતી.


આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરીયા તેમજ સાંસદઓ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર અને એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા અને પોતાના વિભાગોની કામગીરીની માહિતી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ