બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / a gardener is going to inherit hermes empire worth 11 billion dollars very interesting story
ADVERTISEMENT
દુનિયામાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે મહેનત કરે છે જેમાંથી સફળતા અને નિષ્ફળતા પણ મળે છે. જે લોકો મહેનત નથી કરતાં એ લોકો નસીબ પણ અજમાવતા હોય છે. જોકે અમુક લોકોની નસીબ સાથ પણ આપી દે છે, જેમાં કોઈ મહેનત વગર જ કરોડપતિ બની જાય છે. આવો જ એક કેસ સ્વિટઝરલેન્ડથી આવી રહ્યા છે જ્યાં એક માળી રાતોરાત કરોડપતિ બનવા જઈ રહ્યો છે જેના માટે માળીએ કોઈ ખાસ મહેનત પણ નથી કરવી પડી.
80-year-old Nicolas Puech is in the process of making his “former gardener and handyman” from a “modest Moroccan family” his legal child, Swiss publication Tribune de Genève reported last week. https://t.co/08JGlhf9G7 pic.twitter.com/yRHRUcKwOO
— FORTUNE (@FortuneMagazine) December 8, 2023
ADVERTISEMENT
Hermes ના ફાઉન્ડર થિયેરી હર્મ્સના પૌત્ર નિકોલસ પ્યુકે એલાન કર્યું છે કે તે પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરવા માટે યોજના બનાવી રહ્યા છે જે હેઠળ તે 51 વર્ષના માળીને દત્તક લેશે. જે બાદ માળી એક ઝટકામાં કરોડપતિ બની ગયો છે. નોંધનીય છે કે પ્યુક પાસે હાલ 10.3-11.4 અબજ ડોલરની સંપત્તિ છે. માળીને દત્તક લીધા બાદ આ સંપત્તિમાંથી એક હિસ્સો માળી પાસે જતી રહેશે.
ADVERTISEMENT
🇲🇦🇫🇷| Un milliardaire français et héritier de la maison Hermès, cherche à adopter son jardinier marocain afin d'en faire l'ħéritier légitime de sa fortune de 11.5 milliards €.
— Morocco Intelligence (@MoroccoIntel) December 2, 2023
D'après la Tribune de Genève, Nicolas Puech, un héritier du fondateur de la marque Hermès, célibataire… pic.twitter.com/jfptHb8ilJ
ADVERTISEMENT
Tribune de Geneve ના અહેવાલ અનુસાર માળીએ એક સ્પેનિશ મહિલા સાથે લગ્ન કર્યા છે અને બે બાળકો છે. જોકે આ માળી કોણ છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી તથા તેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. નિકોલસ પ્યુકની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે અને તે પોતાની સંપત્તિ ઉત્તરાધિકારીઓમાં વહેંચી રહ્યા છે. આટલું જ નહીં માળીને સ્વિટઝરલેન્ડની સંપત્તિની ચાવી પણ સોંપી દેવામાં આવી છે જેની કિંમત 59 લાખ ડોલર છે.
નોંધનીય છે કે Hermès ના પ્યુકનો ઈતિહાસ તનાપૂર્ણ રહ્યો છે. Hermès ની LVMH નામની ફેશન કંપની સાથે લાંબા સમયથી દુશ્મની રહી છે.
ADVERTISEMENT
Hermès heir Nicolas Puech is planning to adopt his 51-year-old gardener to pass on his $11 billion fortune. https://t.co/Z7mGReOvf3
— FORTUNE (@FortuneMagazine) December 7, 2023
ADVERTISEMENT
જોકે દુનિયાના અનેક બિઝનેસમેન હવે પોતાની કરોડો અને અબજોની સંપત્તિને ટ્રાન્સફર કરવા માટે આવી જ યોજના પર કામ કરી રહ્યા છે જેમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિને એક ઝાટકે કરોડો રૂપિયાની સંપત્તિ આપી દેવામાં આવશે. USB ની એક સ્ટડી અનુસાર આગામી દેકાઓમાં આવો ટ્રેન્ડ વધુ જોવા મળશે.
નોંધનીય છે કે પ્યુકના લગ્ન નથી થયા તથા તેમની કોઈ સંતાન નથી, તેઓ સ્વિત્ઝરલકેન્ડના સૌથી અમીર લોકોની લીસ્ટમાં સામેલ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.