બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fake IPS Mohammad was caught in Surat and a rogue FCI officer was also caught in Gandhinagar

ગુજરાત / રસ્તા પર વાહનો રોકીને પડાવતો પૈસા, સુરતમાં ઝડપાયો નકલી IPS મોહમ્મદ: ગાંધીનગરમાં પણ એક ઠગ FCI અધિકારી બનીને રૌફ બતાવતો

Dinesh

Last Updated: 12:10 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

fake officer : સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે તો બીજી તરફ ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે

  • ગાંધીનગરમાં નકલી FCI અધિકારી ઝડપાયો 
  • સુરતમાંથી બિહારનો નકલી IPS ઝડપાયો
  • આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવી


રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી IPS અને FCI અધિકારી ઝડપાયા છે. નકલી અધિકારી બની ખુલ્લેઆમ દાદાગીરીના કિસ્સાઓ એક બાદ સામે આવી રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે તો બીજી તરફ ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. ચાલો આ બંન્ને નકલી અધિકારીઓના કારનામાં જાણીએ. 

નકલી આઈપીએસ ઝડપાયો
સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો છે. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો છે. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો છે. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો છે. સમગ્ર બાબતને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે 

નકલી IPS

નકલી FCI અધિકારી ઝડપાયો
ગાંધીનગરથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. સેક્ટર-21ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવ્યું કે, FCIના આધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા છે.  અત્રે જણાવીએ કે, બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે

નકલી અધિકારી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ