બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / A citizen in Canada has vehemently insulted Justin Trudeau on camera. He accused Trudeau of ruining Canada

VIDEO / 'તમે તો દેશની %$## નાંખી', ટ્રુડોએ હાથ લાંબો કર્યો, યુવકે રસ્તા વચ્ચે જ ઝાટકી નાંખ્યા અને અભદ્ર શબ્દોમાં કરી નિંદા, વીડિયો થયો વાયરલ

Pravin Joshi

Last Updated: 10:05 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં એક નાગરિકે કેમેરા સામે જસ્ટિન ટ્રુડોનું ઉગ્રપણે અપમાન કર્યું છે. તેણે ટ્રુડો પર આરોપ લગાવ્યો કે તેણે કેનેડાને બરબાદ કરી દીધું છે. વ્યક્તિએ કહ્યું કે તમે એક ઢોંગી છો જે લોકો પાસેથી કાર્બન ટેક્સ વસૂલ કરે છે અને તેના કાફલામાં V8 કાર ચલાવે છે.

  • કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો વીડિયો થયો વાયરલ
  • ટ્રુડોના અપમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • કેનેડામાં એક નાગરિકે કેમેરા સામે જસ્ટિન ટ્રુડોનું અપમાન કર્યું 

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ગંભીર અપમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ટ્રુડો તેમને જોવા માટે રાહ જોઈ રહેલા લોકો તરફ હાથ લહેરાવતા જોવા મળે છે. તે સ્ટ્રોલરમાં બેઠેલા બાળક સાથે પણ વાત કરે છે. ત્યારબાદજ્યારે ટ્રુડો નજીકના લોકોનું અભિવાદન કરવા માટે આગળ વધે છે. ત્યારે એક માણસને એમ કહેતા સાંભળી શકાય છે, "હું તમારા માટે અભિવાદનો હાથ નથી હલાવી રહ્યો. તમે બહુ જ ખરાબ માણસ છે. આને કેનેડામાં ટ્રુડોની ઘટી રહેલી લોકપ્રિયતા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ટ્રુડો તાજેતરના સમયમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

કેનેડિયન માણસ ટ્રુડોને ઠપકો આપ્યો

તેમના અપમાન પછી આઘાત પામેલા ટ્રુડોએ વ્યક્તિને તેમનું અપમાન કરવાનું કારણ પૂછ્યું. આના પર વ્યક્તિ દેશમાં ટ્રુડોના કથિત પ્રભાવ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરે છે અને જવાબ આપે છે કે તમે આખા દેશને બરબાદ કરી દીધો છે. અર્બન ડિક્શનરી અનુસાર કેમેરાની પાછળના અવાજે "Bucktee" શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે ટોરોન્ટોમાં રહેતા બેઘર લોકો માટે વપરાતો શબ્દ હતો. ટ્રુડોએ તે વ્યક્તિને પૂછ્યું કે તેણે દેશને કેવી રીતે બરબાદ કર્યો. આના પર માણસે જવાબ આપ્યો, "શું કોઈ ઘર ખરીદી શકે છે?" તે વ્યક્તિનો આ જવાબ કેનેડામાં રહેઠાણની કટોકટી દર્શાવે છે, જેની સાથે મોટાભાગના કેનેડિયનો સંઘર્ષ કરી રહ્યા છે. વ્યક્તિએ તેમના દંભી વલણ માટે ટ્રુડોની વધુ ટીકા કરી. તેમણે કહ્યું કે તમે લોકો પાસેથી કાર્બન ટેક્સ વસૂલ કરો છો અને તમે જાતે જ 9 વી8 વાહનોના કાફલામાં ફરો છો. તેમણે ટ્રુડોને તેમના મોટરકૅડમાંથી કાર્બન ઉત્સર્જન પર આડે હાથ લીધા હતા.

ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું! પૂર્વ ડિપ્લોમેટના દાવાથી  કેનેડામાં મચી ગયો હડકંપ, PMOએ જુઓ શું આપ્યો જવાબ | justin trudeau came to  delhi in ...

યુક્રેન પણ $10 બિલિયનની સહાયથી ઘેરાયેલું છે

ટ્રુડોએ પછી કાર્બન ટેક્સને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તમે જાણો છો કે અમે તે કાર્બન ટેક્સ સાથે શું કરી રહ્યા છીએ? કેમેરો પકડી રાખનાર વ્યક્તિએ અટકાવીને પૂછ્યું, આપણી પાસેથી શેના માટે ટેક્સ લેવામાં આવે છે? ટ્રુડોએ સમજાવ્યું કે તેમની સરકાર "પ્રદૂષણ પર કિંમત મૂકી રહી છે, અને અમે તેને તમારા જેવા પરિવારોને પાછું આપી રહ્યા છીએ. તે વ્યક્તિએ પછી યુક્રેનને કેનેડિયન કરદાતાઓની $10 બિલિયનની સહાયની ટીકા કરી અને વાતચીતને અન્ય મુદ્દા તરફ ફેરવી.

ફિર એક બાર ટ્રૂડો સરકાર : કેનેડામાં જસ્ટિનનો જાદુ, ત્રીજી વાર બનશે PM, જોકે  બહુમતથી દૂર | Once again, the Trudeau government: Justin's magic in Canada,  will be PM for the third

ટ્રુડોએ રશિયન પ્રચારને ટાંકીને ભાગી જવાનું શ્રેષ્ઠ માન્યું

આ વ્યક્તિએ ટ્રુડોના યુક્રેનને 10 બિલિયન ડોલર આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું, તમે તેને યુક્રેન મોકલો છો, ખરું? તમે તેને તે માણસને મોકલો જે પોતાના દેશની હત્યા કરી રહ્યો છે. ટ્રુડોએ આ ચિંતાને રશિયન પ્રચાર તરીકે ફગાવી દીધી. તેમણે ઉમેરતા પહેલા કહ્યું, તમે પુતિનને સાંભળી રહ્યા છો, ખરું ને? તમે રશિયન પ્રચાર વિશે ઘણું જાણો છો. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ વાયરલ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી છે અને ઘણા લોકોએ વડાપ્રધાન ટ્રુડોની ટીકા કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ